ગરુડ પુરાણ અનુસાર આ કાર્ય કરવું માનવામાં આવે છે વર્જિત,આવું કરવાથી જીવનમાં આવશે દુખો………

Uncategorized

દરેક વ્યક્તિ હમેશા સારું જીવન પસાર કરવા માંગે છે.તે વધારે પૈસાની આવક ઉભી કરીને વધારે સુખ સુવિધાઓ સાથે પોતે જીવન પસાર કરવાના સપના જોવે છે,જયારે ઘણા લોકો આ સપના પૂરા પણ કરતા હોય છે.પરંતુ દરેક વ્યક્તિ પોતાના સપના પૂરા કરી શકતો નથી.ઘણીવાર એવું પણ થતું હોય છે કે વધારે મહેનત કરવા છતાં સફળતા પ્રાપ્ત થતી નથી.

જયારે યોગ્ય પ્રયત્ન કરવા છતાં સફળતા મળતી નથી ત્યારે ભાગ્ય નબળું હોવાનું કહેવામાં આવે છે.અને આ ભાગ્ય ત્યારે ખરાબ થાય છે જયારે કોઈ ભૂલો જીવનમાં કરવામાં આવતી હોય છે.તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં પણ કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે કરવાથી મનુષ્યનું સૌભાગ્ય ખરાબ નસીબમાં ફેરવાય છે.

જીવનમાં ચારેબાજુ દુખ જ દુખ જોવા મળે છે.કામમાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.ગરુડ પુરાણ અનુસાર મનુષ્યની અંદર કેટલીક એવી ખરાબ આદતો હોય છે જે તેના સુખનો અંત લાવે છે.આટલું જ નહિ પરંતુ જીવનમાં વધારે સુખી થતા પણ અટકાવે છે.માટે દરેક વ્યક્તિએ જીવનમાં હમેશા સારી આદતો અપનાવી જોઈએ.આજે તમને આવી અમુક બાબતો જણાવી રહ્યા છીએ.જે કરવાથી જીવનમાં હમેશા દુખ જ જોવા મળે છે…

બીજાને અપમાનિત કરવું –

ગરુડ પુરાણ મુજબ એવું કહેવામાં આવે છે કે જે લોકો અન્યનું અપમાન કરે છે તે લોકો જીવનમાં ક્યારેય ખુશ રહી શકતા નથી.આવા લોકોનું જીવન હમેશા દુઃખથી ભરેલું રહે છે.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે આ લોકોને નરકમાં સ્થાન મળે છે.માટે જીવનમાં હમેશા બીજાનો આદર કરવો જોઈએ.

ગંદા કપડા પહેરનાર –

એવું કહેવામાં આવે છે કે જે લોકો હમેશા ગંદા કપડા પહેરે છે,તેમને કોઈ દિવસ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી.આટલું જ નહિ પરંતુ આવા લોકોના ઘરમાં માતા લક્ષ્મી વાસ પણ કરતી નથી.ગરુડ પુરાણ મુજબ એવું કહેવામાં આવે છે કે ગંદા કપડા ગરીબીનું પ્રતિક માનવામાં આવે છે.માટે હમેશા સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ.જે જીવનમાં ઘણા સારા પરિણામ આપી શકે છે.

અભિમાન કરનાર વ્યક્તિ –

તમને જણાવી દઈએ કે જે લોકોની અંદર અહંકાર હોય છે.અને હમેશા બીજાની મજાક ઉડાવે છે,આટલું જ નહિ પરંતુ હમેશા બીજાને નાના ઘણીને અપમાન કરતા રહે છે તેવા લોકોના જીવનમાં સંપત્તિનો હમેશા અભાવ રહે છે.આટલું જ નહિ પરંતુ આવા લોકો પર માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે,જેના લીધે અમુક સમયે તેમની આર્થિક સ્થિતિ બગડીજાય છે.જીવનમાં હમેશા પૈસાની તંગી સહન કરે છે.

વધારે લાલચની ભાવના –

એવું કહેવામાં આવે છે કે જીવનમાં જો વધારે લાલચ કરવામાં આવે તો જે મળ્યું છે તે પણ ગુમાવું પડે છે.લાલચી લોકોના જીવનમાં હમેશા દુ:ખ જોવા મળતું હોય છે.ગરુડ પુરાણ મુજબ એવું કહેવામાં આવે છે કે જે લોકો વધારે લોભ કરે છે તે જીવનમાં વધારે ખુશ રહી શકતો નથી.આવા લોકો કદી સંતુષ્ટ રહેતા નથી.જેના કારણે સુખના સમયે પણ તે તેનો સારો આનંદ લઇ શકતા નથી.

રાત્રે દહીંનું સેવન કરવું –

એવું કહેવામાં આવે છે કે રાત્રે દહીં ખાવાનું અશુભ માનવામાં આવે છે.જે લોકો રાત્રે દહીં ખાતા હોય છે તેમની તબિયત હમેશા નબળી રહે છે.આટલું જ નહિ પરંતુ તેઓ હંમેશાં શારીરિક મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે.માટે જે લોકો રાતે દહીનું સેવન કરવાની ખરાબ ટેવથી જોડાયેલા છે તેમને આ ટેવથી હવે દૂર રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *