બજારમાંથી સામાન લઈને ઘરે આવી હતી યુવતી પતિએ ઘરે આવીને દરવાજો ખોલ્યો તો જોઇને ઉડી ગયા હોશ……

Uncategorized

દેશમાં ગુનેગારોનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.રોજ કોઈને કોઈ આત્મહત્યા,હત્યા જેવા અનેક કિસ્સાઓ સમાચારમાં વધારે જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ દરેક કિસ્સામાં મહિલાઓ આવી ઘટનાઓનો શિકાર બનતી હોય તેવું વધારે જોવા મળતું હોય છે.આજના સમયમાં તો હવે પોતાના સબંધીઓ પોતાના જીવનના દુશ્મન બની રહ્યા છે.જયારે પ્રેમ સબંધોની આડમાં આવા કિસ્સાઓ વધારે થઇ રહ્યા છે.

આજે આવો પ્રેમ સાથે સંકળાયેલો કિસ્સો નોઈડાના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે આ વિસ્તારમાં એક મહિલાની લાશ મળી આવી હતી.આટલું જ નહિ પરંતુ આ મહિલાની લાશની વધારે તપાસ કરવામાં આવી ત્યારે તેના શરીર પર છરીના નિશાનો મળી આવ્યા હતા.આ ઘટના તે વિસ્તારમાં એક ચર્ચાનો મોટો વિષય બન્યો છે.

મળતા અહેવાલો મુજબ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.જયારે હાલમાં મૃતક મહિલાના પતિની પૂછપરછ કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે આ મૃતક મહિલા પરણિત છે જે પોતાના ચાર વર્ષના બાળક સાથે પોતાના પતિ સાથે આ વિસ્તારમાં રહેતી હતી.જયારે આ મહિલા ત્યાની એક કંપનીમાં નોકરી કરતી હતી.

પોલીસે વધુ ધરેલી તપાસમાં એવું સામે આવ્યું છે કે ગત દિવસે અ મહિલા સવારે ત્યાની નજીકની દુકાનમાંથી સામાન લઇને ઘરે પરત આવી હતી.જયારે ઘરે આવી ત્યારે ઘરે કોઈ ન હતું,તેમનો એક બાળક ઘરની બહાર રમતું હતું.જેથી ઘટના સમયે મહિલા એકલી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જયારે બીજું બાજુ પોલીસે મહિલાના પતિની પૂછપરછ શરૂ કરી ત્યારે પતિએ જણાવ્યું હતું કે તે રોજની માફક કામ માટે ઘરેથી બહાર ગયો હતો.વધુમાં એવું પણ જણાવ્યું કે પત્ની સાથે કોઈ પણ ઝગડો પણ થયો નથી.તે રોજની જેમ આજે પણ ખુશ જોવા મળી હતી.પરંતુ કામેથી પોતે ઘરે પરત આવ્યો ત્યારે ઘરમાં જે જોવા મળ્યું હતું તે જોઇને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પતિએ વધુમાં જણાવ્યું કે ઘરમાં પત્નીની લાશ પડેલી જોવા મળી હતી.જયારે શરીર પર છરીના કેટલાક ઘા પણ હતા.જયારે ઘરમાં રહેલું બાળક લાશ પાસે બેસીને રડતું હતું.હાલમાં તો ઘરમાં આ ઘટના પછી દુખની લાગણી ઉભી થયેલી જોવા મળી રહી છે.જયારે પોલીસ હાલમાં આરોપીને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ પણ પોતાની કામગીરી કરી રહી છે.આરોપી ઘણા ઓછા સમયમાં પોલીસની હાથમાં આવી શકે છે.એકબાજુ પતિ પત્ની વગરનો અને બાળકે માતાની છાયા ગુમાવી છે.પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના ગળામાં છરીના નિશાન જોવા મળ્યા છે જેના આધારે આગળ તપાસ કરવામાં આવશે.હાલમાં પીએમ રીપોર્ટ આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *