ગામમાં પાણીની સમસ્યા હતી તો 100 મહિલાઓએ 18 મહિના સુધી કર્યું એવું કામ કે PM મોદી પણ થઇ ગયા તેમના મુરીદ……..

India

ઘણા લોકોએ અનેક પ્રેરણારૂપ વાતો અમે ફિલ્મો તો જોઈ હશે.આવી એક સત્ય ઘટના બિહારના માંઝીની તો ચોક્કસ સાંભળી હશે,અથવા તેમની ફિલ્મ પણ જોઈ હશે.જેમાં એવું જોવા મળ્યું હતું કે આ વ્યક્તિએ આખરે અડીખમ વિશાળ પર્વતને પોતાના એકલા હાથે કાપીને એક સરસ રસ્તો બનાવી દીધો હતો.જે બે ગામને સરળ રીતે જોડતો રસ્તો તૈયાર થઇ ગયો હતો.

આ ઘટના આખા દેશ માટે એક મીશાલરૂપ સાબિત થઇ હતી.આટલું જ નહિ પરંતુ તેના આ કામથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.જેમાં એકલા વ્યક્તિએ પર્વત કાપ્યો હતો.તમને જણાવી દઈએ કે આજે આવી જ એક ઘટના સામે આવી છે,જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે મધ્યપ્રદેશની મહિલાઓએ એવું કામ કર્યું કે પાણીની તંગી ઘણી ઓછી થતી જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે ત્યાના એક વિસ્તારની મહિલાઓએ આશરે 18 મહિનામાં 107 મીટર લાંબો પર્વત કાપીને માર્ગ બનાવી દીધો હતો.જે ઘણીવાર ચર્ચામાં પણ જોવા મળે છે.એવું કહેવામાં આવે છે કે જેણે પર્વત કાપીને રસ્તો બનાવ્યો છે તેનું નામ બબીતા ​​રાજપૂત હતું,જે ​​મધ્ય પ્રદેશના એક વિસ્તારમાં રહે છે.

આ યુવતીએ પોતાની 19 વર્ષની ઉંમરે જળ સંરક્ષણ માટે એવું કામ કર્યું કે દેશના વડા પ્રધાન મોદી પણ ચકિત થઇ ગયા હતા.એવું કહેવામાં આવે છે આ યુવતી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં પાણીની ઘણી તંગી હતી.આવી સ્થિતિમાં તેણે પર્વત કાપીને એક માર્ગ બનાવવાનું નક્કી કર્યું હતું.સામાન્ય રીતે જોવામાં આવે તો આ યુવતી જાણતી હતી કે પર્વત કાપવો એકલીના હાથનું નથી.

આવી સ્થિતિમાં આ યુવતીએ ગામલોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું.પાણીની કિંમત શું છે તે જણાવ્યું.આટલું જ નહિ પરંતુ ગામમાં પાણી આવશે તો કેવા પરિવર્તન આવશે તે પણ જણાવ્યું હતું.આ દરેક બાબત ગામના લોકો પણ જાણીને સહમત થયા.અને ગામની મદદથી આશરે 107 મીટર લાંબો પર્વત કાપી નાખ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે આ પર્વતને કાપવા માટે આશરે 100 જેટલી ગામની મહિલાઓએ સખત મહેનત કરી હતી.અને પોતાનું યોગદાન આપ્યું હતું.જયારે આ પહાડ કાપવા માત્રે આશરે 18 મહિનાનો સમય લાગ્યો હતો.આટલું જ નહિ પરંતુ પર્વત કાપ્યા પછી ગામના તળાવને નહેર સાથે જોડ્યું હતું.જેના લીધે ગામનું તળાવ હંમેશાં પાણીથી ભરેલું રહેવા લાગ્યું હતું.

જ્યારે પર્વત પર વરસાદ પડતો હતો,ત્યારે વરસાદનું તમામ પાણી પર્વતો દ્વારા વહેતું હતું.અને તે પાણી તળાવમાં આવીને જમા થતું હતું.તમને જણાવી દઈએ કે આ તળાવ 40 એકરમાં ફેલાયેલું છે.તેનું નિર્માણ દસ વર્ષ પહેલાં થયું હતું.ગામમાં દુષ્કાળમાંથી મુક્તિ મેળવવા આ યુવતી ​​ગામ માટે પરિવર્તનનું કારણ બની હતી.

આજે તળાવ હંમેશાં પાણીથી ભરાયેલું રહે છે.જેના કારણે ગામના તમામ હેન્ડપંપમાં પણ પાણી આવી રહ્યું છે.ગામના કુવાઓમાં પહેલા પાણી ન હતું,પરંતુ હવે તેમાં પણ પાણી જળવાઈ રહે છે.મહિલાઓએ આ મુશ્કેલ કાર્યને 18 મહિના સખત મહેનત કરીને બતાવ્યું છે.જેના કારણે આજે આખું ગામ દુષ્કાળમાંથી મુકત થઈ ગયું છે.તમને જણાવી દઈએ કે વડા પ્રધાને પણ છેલ્લે મહિનામાં મન કી બાત કાર્યક્રમમાં ખૂબ પ્રશંસા કરી હતી.જેના કારણે બબીતાના ગામની તમામ મહિલાઓ ખુબ ખુશ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *