ગાય કરતા બકરીનું દૂધ પીવાથી થાય છે આ ફાયદાઓ,આ બીમારીઓને મૂળમાંથી કરી શકાય છે દુર……..

Health

દરેક વ્યક્તિ હમેશા ગાય અને ભેંશના દૂધનું વધારે સેવન કરતા આવ્યા છે.જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે.ગાયના દુધની વાત કરવામાં આવે તો તે પચવામાં ઘણું સરળ રહે છે તેથી ઘણા લોકો વધારે પડતું તેનું સેવન કરતા હોય છે.આટલું જ નહિ પરંતુ તેમના કેટલાક એવા ગુણધર્મો છે જે આપણા શરીરને ઘણા લાભ આપે છે.

પરંતુ આજે તમને બકરીના દૂધમાં રહેલા કેટલાક ગુણધર્મો અને તેના સેવનથી થતા અનેક લાભો જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણતા હશે.એવું કહેવામાં આવે છે તેનું સેવન કરવાથી અનેક રોગોથી બચાવ થાય છે.હમણાં સુધી તો બધા ગાય અને ભેંસનું દૂધ પીતા હશે.તમને જણાવી દઈએ કે કેટલાક થયેલ સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે બકરીના દૂધમાં પ્રિબાયોટિક અને એન્ટી-ઇન્ફેક્શન ગુણધર્મો છે.

આ દુધ ખાસ કરીને નવજાત શિશુમાં જઠરાંત્રિય ચેપ સામે રક્ષણ આપે છે.અને જોખમી બેક્ટેરિયા સામે રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ ઉપરાંત બકરીના દૂધમાં કુદરતી રીતે આશરે 14 પ્રીબાયોટિક ઓલિગોસેકરાઇડ્સ હોય છે.જે એક મહિલાના સ્તન દૂધમાં પણ 5 આવા ગુનો મળી આવે છે.આ દુધમાં વધારે ચરબી હોતી નથી.

જયારે એવું કહેવામાં આવે છે કે બકરીના દૂધમાં ગાયના દૂધ કરતા સેલેનિયમ,નિયાસિન અને વિટામિન એ વધુ હોય છે.આટલું જ નહિ પરંતુ બકરીનું દૂધ લોહના વધુ ઉપયોગમાં મદદ કરે છે.તો જાણો તેના અન્ય ફાયદાઓ વિશે …

હાડકાં મજબૂત કરે –

સામાન્ય રીતે જોવામાં આવે તો કેલ્શિયમના અભાવને કારણે શરીરના હાડકાં વધારે નબળા પડતા જોવા મળે છે.પરંતુ જો બકરીનું દૂધ પીવામાં આવે તો કેલ્શિયમની ઉણપ ઓછી થાય છે.આ સાથે હાડકાં પણ વધારે મજબૂત બને છે.કારણ કે આ દૂધમાં વધારે કેલ્શિયમ મળી રહે છે.માટે આનું સેવન જરૂર કરવું જોઈએ.

બ્લડ પ્રેશર ઓછું કરે અને હદયના રોગો દૂર કરે –

એવું કહેવામાં આવે છે કે બકરીનું દૂધ પીતા વ્યક્તિનું બ્લડ પ્રેશર ઘણું નિયંત્રિતમાં રહે છે.કારણ કે બકરીના દૂધમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે બ્લડ પ્રેશરને વધુ કે ઓછા થવામાં રોકે છે.આ સિવાય બકરીના દૂધમાં સેલેનિયમ નામનું મિનરલ જોવા મળે છે.જે હૃદયરોગમાં રક્ષણ આપે છે.માટે તમારે આનું સેવન કરવું જોઈએ.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે –

સામાન્ય રીતે જોવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ જેટલી વધારે હશે તેમ ચેપ ઓછા લાગે છે.અને અને ઘણા રોગો સામે રક્ષણ પણ મળી રહે છે.આ કામ બકરીનું દૂધ કરે છે.ખાસ કરીને ઘણા ડોકટરો બાળકોને બકરીનું દૂધ આપવાની ભલામણ કરે છે.આ દૂધમાં મોટી માત્રામાં સેલેનિયમ મિલર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

ત્વચા સુંદર કરે છે –

તમને જણાવી દઈએ કે બકરીના દૂધમાં પીએચ સ્તર હોય છે ત્વચા માટે ઘણું ઉપયોગી માનવામાં આવે છે.આ ઉપરાંત જે લોકોની ત્વચા પર વધારે કરચલીઓ છે તેનો ઘટાડો પણ આના દુધના સેવનથી કરી શકાય છે.સાથે સાથે ત્વચા પર રહેલા કેટલાક ડાઘ પણ ઓછા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *