ગુજરાતના આ વિસ્તારોમાં આવતી કાલે વરસાદી માવઠાને લઈને કરી મહત્વની આગાહી……

Uncategorized

ગુજરાત રાજ્યમાં થોડા દિવસ પહેલા તાઉ તે નામનું વાવાઝોડું ટકરાયું હતું.જેમાં ઘણા વિસ્તારોમાં તેની ભારે અસર થતી જોવા મળી હતી.આટલું જ નહિ પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો હતો.જયારે હવે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે રાજ્યમાં 15 જૂન પછી નૈઋત્યમાં ચોમાસાનું આગમાન થઇ શકે છે.જે આ વર્ષનું ચોમાસું ઘણું સારું રહી શકે છે.

હવામાન વિભાગ એવું પણ જણાવ્યું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું જલ્દી રહેશે અને સારું પણ રહેશે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાજ્યમાં આવેલા તાઉ તે વાવાઝોડા પછીના બે દિવસ સમગ્ર વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.પરંતુ ગત્ત બે દિવસથી ગરમીનો પારો ઉંચો જતો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ બદલાતા હવામાન સાથે આગામી 23 થી 24 મે એ પ્રિમોન્સૂનના ભાગરૂપે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.એટલે હવે બે દિવસ ફરી વરસાદી માહોલ થતો જોવા મળી શકે છે.જેમાં ખાસ કરીને ડાંગ,તાપી,આણંદ,અમરેલી,પંચમહાલ, ભાવનગરમાં વધારે વરસાદ પડી શકે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુશાર જોવામાં આવે તો 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થઇ થશે.જ્યારે ગુજરાતમાં 15 થી 20 જૂન સુધી ચોમાસું આવી શકે છે.જયારે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું પુર્વાનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.જયારે આગામી બે દિવસમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.

આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે તેમજ મોટા શહેરો જેવા કે અમદાવાદ,ગાંધીનગર,સુરત સહિતમાં વધારે ગરમી જોવા મળી શકે છે.જયારે છેલ્લા બે દિવસથી આંદામાનના કેટલાક ભાગ અને નિકોબારના તમામ દ્વીપસમૂહ ઉપર ચોમાસું બેસી થયું હોય તેવું જોવા મળ્યું છે.આવતા બે દિવસમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે અને ત્યારબાદ 25મીથી આ ચોમાસું સહેજ અટકશે અને આગળ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *