ગુજરાતના આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા પડ્યો આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ…………

Uncategorized

હવામાન વિભાગે ગત્ત દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી હતી.જેમાં એવું જણાવ્યું હતું કે આગમી ચારથી પાંચ દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.આટલું જ નહી પરંતુ ઘણા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પણ પડશે તેવી આશા વ્યક્તિ કરી હતી.જેથી ગત દિવસથી વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું હતું.

જયારે આજ સવારની વાત કરવામાં આવે તો ભરૂચના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલોટ જોવા મળ્યો છે.આટલું જ નહિ પરંતુ અલગ અલગ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડતો પણ જોવા મળ્યો છે.અચાનક વરસાદ પડતા કાળજાળ ગરમી સામે ફરી એકવાર લોકોને રાહત મળી છે.

જયારે ગુજરાતના અન્ય વિસ્તારો જેમ કે સુરતના વિસ્તારમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.વહેલી સવારથી સુરતના ઘણા વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે.તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પણ આગામી 15 થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે.

પરંતુ હાલમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી હોવાથી કમોસમી વરસાદ પડતો જોવા મળી રહ્યો છે.જયારે હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે આજથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.જયારે ઘણા જિલ્લાઓમાં તો મોડી રાતે જોરદાર પવન સાથે વરસાદ પણ વરસ્યો છે.જેમાં સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે.

જયારે હિંમતનગર,ઈડર,વડાલી જેવા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતો જોવા મળ્યો છે.જયારે અચાનક ભારે પવન ફૂંકાયો હતો,ત્યારે ખેડૂતોને પોતાના પાકને નુકશાન થઇ શકે છે તેવી ભીતીખેડૂતોમાં જોવા મળી હતી.જયારે અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે.

અરવલ્લીના ઘણા વિસ્તારોમાં અચાનક વરસાદ પડવાથી ઉનાળુ પાક અને ઘાસચારાને નુકસાન થયુ હોવાનું પણ સામે આવી રહ્યું છે.જયારે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.જેમાં ડીસા,દાંતા,અંબાજી,પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ એવું પણ જણાવી રહી છે કે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.આવી સ્થિતિમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *