ગુજરાતના આ વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માવઠું થવાની સંભાવના,જાણો કયા વિસ્તારોમાં થશે વરસાદ……..

Gujarat

છેલ્લા ઘણા દિવસોથી અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવે છે.જેના લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે,જયારે બીજી બાજુ વાવાઝોડાની સ્થિતિ ઉભી થતી હોવાથી ગરમીના આ દિવસોમાં પણ વરસાદી માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે.જયારે ગત્ત દિવસથી ફરી એકવાર વાતાવરણમાં બદલાવ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.

મોટા શહેરમાં પણ વાદળછાયું વાતવરણ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાથી ગરમીથી લોકોને રાહત મળી હોય તેવું જોવા મળી રહ્યું છે.તમને જણાવી દઈએ કે આ સતત બદલાવ વચ્ચે હવામાન વિભાગના અધિકારીઓ એવું જજાવી રહ્યા છે કે કમોસમી વરસાદનું કારણ હાલમાં પવન સાથે ભેજ તથા બીજા પરિબળો મળી આવે છે.જેના લીધે વરસાદનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે હાલમાં ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદના માવઠાની આગાહી કરી છે.જેમાં એવું પણ જણાવ્યું છે કે આવતા દિવસોમાં દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડ,દમણ,જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતો જોવા મળી શકે છે.જયારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભો થઇ શકે છે.

રાજ્યના જુનાગઢ અને અમરેલીના વિસ્તારોમાં વરસાદની ઝાપટા પડતા જોવા મળશે.જયારે આજે અને કાલે ઉત્તર ગુજરાતમાં એટલે કે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લીમાં વરસાદની સ્થિતિ ઉભી થતી જોવા મળી શકે છે.જયારે 27 થી 28 વચ્ચે ડાંગ,તાપી,વલસાડ,નવસારીમાં વરસાદ વરસી શકે છે.આ પછી વાતાવરણમાં અચનાક ઉકળાટ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *