ગુજરાતના આ વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી ……..

Uncategorized

રાજ્યમાં હવે ચોમાસાનું આગમન થઇ ગયું છે,જયારે કેટલાક વિસ્તારોમાં હવે વરસાદી માહોલ પણ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે.આવી સ્થિતિમાં આજે હવામાન વિભાગે એવું આગાહી કરી છે કે રાજ્યમાં આજથી રવિવાર સુધી રાજ્યના અનેક વિસ્તરોમાં વરસાદ વરસી શકે છે,જેમાં ખાસ કરીને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોનો સમાવેશ થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવ્યું છે જે આજે સાબરકાંઠા, દાહોદ,અરવલ્લી,મહીસાગર,કચ્છના ઘણા વિસ્તારોમાંવરસાદ પડતો જોવા મ્માંદ્સે,જયારે આવતી કાલે અમદાવાદ,આણંદ,કચ્છમાં વરસાદ વરસતો જોવા મળશે.આ ઉપરાંત જો શનિવારની વાત કરવામાં આવે તો આ દિવસે અમદાવાદ,ગાંધીનગર,ખેડાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળશે.

જયારે રવિવારે દાહોદ અને પંચમહાલના ઘણા વિસ્તારોમાં આશરે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથેના પવન સાથે જોરદાર વરસાદ પડતો જોવા મળી શકે તેવું જણાવ્યું છે.અમદાવાદની વાત કરવામાં આવે તો આજેથી જ વાદળછાયુ વાતાવરણ ઉભું થઇ ગયું છે.અચાનક ગરમીમાં ઘટાડો જોવા મળ્યો છે.

હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે હાલમાં તો 17 થી 19 જુન સુધી સામાન્ય વરસાદ પડતો જોવા મળશે,પરંતુ તેનું જોર 20 થી 21 જુનમાં વધારે રહી શકે છે.એવું કહેવામાં આવે છે કે અમદાવાદમાં પણ ગત રાતે ધોધમાર વરસાદ પડતો જોવા મળ્યો હતો.જયારે બે કલાકમાં સરેરાશ પોણા બે ઈંચ વરસાદ વરસી ગયો હોવાનું સામે આવ્યું છે.

અચાનક વરસેલા વરસાદી પાણીથી ઘણા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.આવી સ્થિતિમાં હવે ફરી એકવાર નાગરિકોને આવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તમને જણાવી દઈએ કે નિકોલ,સરખેજ અને મણીનગરના વિસ્તારોમાં બે ઈંચ સુધીનો વરસાદ પડી ગયો છે.જયારે અહ્વે આવતા દિવસોમાં વરસાદનું જોર વધી શકે તેવું પણ હવામાન ખાતું જણાવી રહ્યું છે.

હાલમાં આ સામાન્ય વરસાદથી અમદાવાદ જેવા શહેરમાં ઘણી સમસ્યાઓ ઉભી થવા લ્લાગી છે.જયારે આવી સ્થિતિ ઉભી થતા હ્હાવે પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીમાં જોડાઈ છે.એવું પણ કહેવામાં આવે છે કે ભારે પવનને લીધે પાંચ એયરક્રાફ્ટના વિંગ્સ તૂટી ગયા હતા.જેમાંથી ત્રણ ઈંડિગો અને બે ગો એયરના વિમાનને નુકસાન થયુ છે.

અમદાવાદ શહેરમાં વરસેલા થોડા જ વરસાદે મનપાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી.બુધવારે પડેલા વરસાદના પાણી હજુ કેટલાય વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે.જયારે કેટલાક વૃક્ષ પણ ધરાશાયી થઇ ગયા છે.જયારે આવતા દિવસોમાં ભારે વરસાદ પડે તો શહેરી વિસ્તારને વધારે સહન કરવું પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *