ગુજરાતના આ વિસ્તારોમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી,આગામી બે દિવસમાં આ વિસ્તારોમાં થશે વરસાદ….

Uncategorized

ગુજરાતમાં થોડા દિવસો પહેલા તાઉ તે નામનું વાવાઝોડું આવ્યું હતું.જેમાં ગુજરાતના ઘણા વિસ્તારને તેની અસર થઇ હતી.આટલું જ નહી પરંતુ તેની સાથે અતિભારે વરસાદ પણ પડ્યો હતો,જેથી ઘણા ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.જયારે હવામાન વિભાગે ફરી એક બીજા વાવાઝોડાની પણ આગાહી કરી છે.આટલું જ નહિ પરંતુ આની સાથે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે.

હવામના વિભાગે એવું જણાવ્યું છે કે થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.જયારે ગુજરાતના મોટા શહેરોમાં ગરમીનો પારો ઉંચી જતો જોવા મળી શકે છે,જેમાં અમદાવાદ,વડોદરામાં ગરમીની અસર વધારે જોવા મળી શકે છે.
તમને જણાવી દઈએ કે રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.આ વિસ્તારો ઉપરાંત ભરૂચ,અમરેલી,ભાવનગર,આણંદમાં સહિતના જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પણ પડી શકે છે.તેવી આશા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે વધુમાં એવું પણ જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં થોડો બદલાવ જોવા મળી શકે છે.જેમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે તેમજ મોટા શહેરોમાં જેમ કે અમદાવાદ,વડોદરામાં અને સુરતમાં ગરમીનો પારો ઉંચે જતો હોય તેવું પણ જોવા મળી શકે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આગામી બે દિવસ સુધીમાં ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ઘણા વિસ્તારોમાં ભારે ગરમી પડતી જોવા મળશે.હવામાન વિભાગના અનુસાર એવું કહેવામાં આવે છે કે 26 મે થી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે.જ્યારે ગુજરાતમાં 15 થી 20 જૂન સુધી ગુજરાત ચોમાસું જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં વાવાઝોડાના સંકટ બાદ ધીમે ધીમે ગરમીનો પારો ઉંચો જતો હોય તેવું જોવા મળી રહ્યું છે.જયારે કેટલાક વિસ્તારોમાં કમોસમી ભારે વરસાદ પડ્યો છે ત્યાં હમણાં બે દિવસ સામાન્ય તાપમાન જોવા મળશે.આ સાથે ત્યાં પણ ગરમી વધી શકે છે.ખાસ કરીને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વધારે અસર થતી જોવા મળી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *