ગુજરાતના છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારોમાં થયો ધોધમાર વરસાદ,જાણો કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ………

Uncategorized

રાજ્યમાં હાલ ચોમાસું ચાલુ થયું નથી ,પરંતુ વરસાદી માહોલ ઉભો થઇ ગયો છે.આટલું જ નહિ પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડતો જોવા મળ્યો છે,જયારે હવામાન વિભાગે વરસાદને લઈને આગામી પાંચ દિવસની આગાહી કરી છે.જેમાં ઘણા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.આ સાથે ઘણા વિસ્તારોમાં પવન પણ ફૂંકાઈ શકે છે.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર આશરે 82 તાલુકામાં વરસાદ પડતો જોવા મળ્યો છે.જયારે આમાંથી ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે તો ઘણા વિસ્તારોમાં આશરે ચાર ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે.અચાનક પડેલા વરસાદથી ખેતરમાં તૈયાર પાકને નુકશાન થયું હોવાનું પણ સામે આવ્યું રહ્યું છે.

જયારે ખેડૂતો ચોમાસું પાકના વાવેતર વરસાદની રાહ જોઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં આણંદના વિસ્તારોમાં આશરે પોણા ચાર ઈંચ વરસાદ પડી ગયો છે,જયારે સુરતના કેટલાક વિસ્તારોની વાત કરવામાં આવે તો અહી પણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.જયારે નવસારીમાં પણ સવા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

અમદાવાદની વાત કરવામાં આવે તો અહી છેલ્લા 24 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જયારે ગાંધીનગરના કલોલમાં દોઢ ઈંચ,ખેડાના મહેમદાવાદમાં દોઢ ઈંચ,સુરતના કામરેજમાં દોઢ ઈંચ,આણંદના આંકલાવમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.જયારે શુક્રવારે રાતે નવ વાગ્યે અમદાવાદ શહેરમાં પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ હતું.

જયારે અચાનક વરસાદ શરૂ થયો ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓને પોતાની પોલ ખુલતી જોવા મળી હતી.જયારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.આણંદ જિલ્લામાં પણ શુક્રવારે રાત્રે વરસાદ પડ્યો હતો.પવન અને ગાજવીજ સાથે આણંદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.અચાનક પડેલા વરસાદથી ખેડૂતો ઘણા ખુશ જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે ગત દિવસે મહેસાણામાં પણ ધોધમાર વરસાદ પડતો હતો,જેના લીધે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જયારે ડભોઈમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડતો જોવા મળ્યો હતો.હાલમાં આવી રીતે અચાનક વરસાદ પડી રહ્યો છે જેથી ઘણા તૈયાર પાકનું નુકશાન થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *