ગુજરાતના MBA પાસ યુવકે બેંકની નોકરી સાથે શરૂ કર્યો દુધનો વ્યવસાય હવે દર મહીને કમાય છે આટલા લાખ રૂપિયા…..

Gujarat

આજે આપણે આ લેખમાં ઉદયસિંહ જાડેજા નામના યુવકની વાત કરવાના છીએ.જેમણે બે ગાયોથી દુધનો વ્યવસાય શરૂ કર્યો હતો જે બાદ તેમને સતત મહેનત કરીને આજે 25 જેટલી ગાયો ભેગી કરી દીધી છે. તેમની દર મહિનાની કમાણી જાણીને તમને પણ નવાઈ લાગશે.

ઉદયસિંહ જાડેજા કોજાચોરા ગામના માંડવી,કચ્છના રહેવાસી છે. જેમની ઉંમર 28 વર્ષની છે. જેઓ MBAનું ભણતર મેળવીને બેંકમાં નોકરી કરે છે સાથે સાથે ઘરે ગાયોના દૂધનું વેચાણ કરીને પણ કમાણી કરે છે.ઉદયસિંહ જાડેજાએ મે વર્ષ 2017 માં 2 ગાયો થી શરૂઆત કરી હતી જે બાદ દૂધમાંથી આવક વધતા ધીમે ધીમે ગાયો વધારતા ગયા હતા.

મહત્વની વાતતો એ છે કે 2019 ના વર્ષ માં કચ્છ માં દુષ્કાળ પડ્યો હતો તેમ છતાં તેમને હિંમત ન હારી અને આ વ્યવસાય શરૂ રાખ્યો હતો.તે સમયે પણ સખત મહેનત કરીને ગાયો માટે જરૂરી ચારો ભેગો કરીને ગાયોનો વ્યવસાય શરૂ રાખ્યો હતો.

દર મહીને આટલા લાખ રૂપિયાની કમાણી

ઉદયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર અત્યારે તેમની પાસે 25 જેટલી ગાયો છે સાથે ઘરે દૂધ પીવા માટે ગીર ગાય રાખી છે. ઉદયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રોજ નું 250 લિટર દૂધ ઉત્પાદન કરે છે અને દર મહીને 2 લાખ રૂપિયા નું દૂધ ડેરી માં સપ્લાઇ કરે છે. ઉદયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ગયા વર્ષે વાર્ષિક દૂધ 20 લાખ ડેરીમાં ભરાવ્યું હતું.

અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ

25 ગાયોની સંભાળ રાખવા માટે 2 માણસો પણ રાખ્યા છે. સાથે ગાયોને સારો ચારો મળી રહે તે માટે ચારો કટ કરવા માટે ચાફ કટેર મશીન નો ઉપયોગ કરે છે અને દૂધ દોહવા માટે મિલ્કિંગ મશીન નો ઉપયોગ કરે છે. મહત્વની વાતતો એ છે કે દર અઠવાડિયે એક વાર ગાયોના સ્વાસ્થ્ય માટે ડોકટર મૂલાકાત પણ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *