ગુજરાતનો આ પશુપાલક દૂધમાંથી નહિ પરંતુ ગોબરમાંથી કરે છે લાખોની કમાણી,જાણો કેવી રીતે………………

Gujarat

આજે પણ મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે જે ખેતી કરીને પોતાની સારી એવી આવક ઉભી કરે છે.ખાસ કરીને ગામડાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.જયારે કેટલાક લોકો પશુપાલન સાથે પણ જોડાયેલા છે.જેમાંથી દૂધ વેચીને પૈસાની સારી આવક ઉભી કરતા હોય છે.આવી સ્થિતિમાં આજે તમને ગુજરાતના એક જિલ્લામાં રહેતા એક વ્યક્તિ વિષે જણાવવા જી રહ્યા છીએ.

આ વ્યક્તિ પોતે પશુપાલકમાંથી દૂધનું વેચાણ કરીને સારી એવી કમાણી તો કરી રહ્યો છે.પરંતુ સાથે સાથે પશુઓનું ગોબર પણ ઉંચા ભાવે વેચીને અઢળક કમાણી કરે છે.આજના સમયમાં ઘણા ઓછા લોકો આવું કરતા હોય છે.એવું કહેવાય છે કે જો કોઈ પણ પાછળ સારી મહેનત કરવામાં આવે તો તેમાં પણ સફળતા મળે છે.

તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં રહેતા જયેશ પટેલ જેઓ દૂધની સાથે સાથે પશુઓનું ગોબર વેચી વર્ષે અઢળક કમાણી કરી રહ્યાં છે.એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ ગ્રેજ્યુએટ થયેલા છે. પરંતુ તે નોકરી કરવાને બદલે પશુપાલનનો વ્યવસાય કરવાનું વિચાર્યું હતું.આ પછી તેણે શરૂઆતમાં પાંચ ગાય ખરીદી હતી.અને એક નાનો તબેલો શરૂ કર્યો હતો.

એવું કહેવામાં આવે છે કે આજે તેમની પાસે 50 થી વધુ ગાય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પશુપાલન કરવા માટે એક તો ઘાસચારાની વધારે કાળજી રાખવી પડતી હોય છે,જયારે બીજી બાજુ સૌથી વધુ કંટાળાજનક પશુ ગોબરની સમસ્યા હોય છે.જેમ કે સાવર સાંજ ગોબર તબેલાથી બહાર કાઢીને ઉકરડા સુધી પોહ્ચાડવો પડતો હોય છે.

મોટાભાગના પશુપાલોકો ગોબરને વર્ષ દરમિયાન ભેગું કરીને વેંચતા હોય છે.અથવા ખેતરમાં ખાતર તરીકે ઉપયોગમાં આવતું હોય છે.પરંતુ આ જયેશભાઈએ કંઇક અનોખો વિચાર કર્યો હતો.આ વિચાર સાથે એમણે એક એવું મશીન બનાવ્યું કે પશુ ગોબરને ગણતરીની મિનિટોમાં જ પાવડર બનાવી શકે.

જયેશભાઇ એવું જણાવી રહ્યા છે કે તેઓ એક દિવસ ડેરી નજીક ઉભેલા હતા.જ્યાં જ્યુસની લારી પર જ્યુસ પિતા પિતા જ્યુસ કાઢવાનું મશીન તેમણે ધ્યાનથી જોયું.આ પછી તેવું મશીન અંગેની વધારાની માહિતી ભેગી કરી.જયારે આજે તેમણે આ મશીન વિકસાવ્યું છે.જે દરેક પશુપાલક માટે ભવિષ્યમાં ઉપયોગી થઇ શકે છે.

મોટાભાગના પશુપાલકો પશુ ગોબરનો ઉકરડો બનાવતા હોય છે અને વર્ષના અંતે તેને વેંચતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો 1 ટ્રેલર ગોબરના રૂપિયા 1 હજાર પશુપાલોકને મળે છે.પરંતુ જયેશ પટેલે ટેક્નોલોજીનો ઉપયોગથી ગોબરને ડ્રાય બનાવી તેની ઓર્ગેનિક ખાતરની બેગો બનાવીને વેચે છે.

આ ઉપરાંત અગરબત્તી,ધૂપ,કુંડા,કિચન નર્શરી સહીતના ઉપયોગમાં આ પાઉડર ગોબરનો ઉપયોગ કરી અઢળક કમાણી કરી રહ્યાં છે.તેમના મારફતે વિકસાવેલ આ ટેક્નોલોજીને નિહાળવા રાજ્ય સહિત રાજ્ય બહારના પશુપાલોક અને ડેર ફાર્મ સાથે સંકળાયેલા લોકો દરરોજ મુલાકાતે આવે છે. તેમની આ ટેકનોલોજીથી પ્રભાવિત થઇ આ દિશામાં પોતે પણ આગળ વધવા પ્રયત્ન કરે છે.હાલમાં આ વ્યક્તિ લાખોની કમાણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *