ગુજરાતમાં અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી,આ તારીખથી ગુજરાતના આ વિસ્તારોમાં…….

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો જ્યારથી ગુજરાતમાં તાઉ તે નામનું વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે ત્યારથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે.અચાનક ગરમી વધતી જોવા મળી મળી રહી છે તો અચાનક વરસાદી માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે.તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે રાજ્યમાં સામાન્ય રીતે મે મહિનામાં કાળજાળ ગરમી પડતી જોવા મળતી હોય છે.પરંતુ આ વખરે સમુદ્રમાં અનેક વાવાઝોડાઓ ઉભા થતા હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે.જેના લીધે વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે.જયારે એવું પણ કહી શકાય છે કે હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઇ છે.

પ્રી મોન્સૂન એક્ટિવિટીની લીધે આગામી સમયમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડતો જોવા મળશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.જેમાં ખાસ કરીને 4 જુન થી 6 જુન દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે તેવું જાણીતા હવામાન વિભાગના આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ એવું કહેવામાં આવે છે કે ગુજરાત રાજ્યમાં હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાય રહ્યો છે.જયારે આગામી 4 જુનના રોજ દાદરાનગર હવેલી,આણંદ,ભાવનગર, અમરેલી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડતો જોવા મળી શકે છે,જયારે 5 જુનના રોજ જોવા દમણ,બોટાદ,રાજકોટ,જુનાગઢ,ગીર સોમનાથમાં વરસાદ પડતો જોવા મળશે.

જયારે 6 જુનની વાત કરવામાં આવે તો આ સમયે રાજ્યના અમદાવાદ,આણંદ,સુરેન્દ્રનગર, રાજકોટ,અમરેલી,મોરબી,ગીર સોમનાથ અને કચ્છના ઘણા વિસ્તારોમાં પવન સાથે જેની ગતિ આશરે ૩૦ થી 40 કીલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.જે સાથે ભારે વરસાદ પણ પડી શકે છે.અંબાલાલ પટેલએ એવું પણ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં જુનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે.

હાલમાં રાજ્યના મોટા શહેરોમાં 40 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે,જયારે ઘણા વિસ્તારોમાં આજે વહેલી સવારે વરસાદ પડ્યો હોવાથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.જેમ કે ડીસામાં 39 ડિગ્રી છે તો વડોદરમાં 37 ડિગ્રી તાપમાન જયારે સુરતમાં ૩૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *