ગુજરાતમાં આગામી અઠવાડીયમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મહત્વની આગાહી…..

Uncategorized

હાલમાં રાજ્યમાં ચોમાસું ચાલુ થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે,કારણ કે છેલ્લા ચારથી પાંચ દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.જયારે હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદને લઈને પણ આગાહી કરી છે.જેમાં જણાવ્યું કે બે દિવસમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળશે.

જયારે બીજી બાજુ જોવામાં આવે તો વેધર વોચ ગ્રૂપ આજે ઓનલાઈન બેઠકમાં જોડાયેલી જોવા મળી હતી.જેમાં આ વર્ષે રાજ્યમાં ચોમાસાને લઈને વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.ખાસ કરીને હવામાન વિભાગે એવું જણાવ્યું છે કે બે દિવસના વરસાદી માહોલ પછી રાજ્યમાં આગામી અઠવાડિયા સુધી વરસાદ નહીવત જોવા મળશે.

જયારે હાલમાં પડેલા વરસાદથી એવું કહેવામાં આવે છે કે અત્યાર સુધીમાં 87 મી.મી.વરસાદ નોંધાયો છે.જયારે રાહત કમિશનર અને સચિવ અધ્યક્ષએ એવું જણાવ્યું હતું કે 22 જૂનથી રાજ્યના 12 જીલ્લાઓના 23 તાલુકામાં સારો એવો વરસાદ પડી ગયો છે.વધારે વરસાદની વાત કરવામાં આવે તો હાલમાં ડાંગ જીલ્લામાં જોવા મળ્યો છે.

આ ઉપરાંત દાહોદ,છોટા ઉદેપુર,ડાંગ,તાપી,ગીર સોમનાથ,પોરબંદર અને જૂનાગઢમાં પણ સારો એવો અવર્સાદ પડતો જોવા મળ્યો હતો.રાજ્યમાં અચાનક ભારે વરસાદને ધ્યાનમાં લઈને NDRFની આશરે 15 ટીમ તૈનાત કરવામાં આવી છે.પરંતુ હાલમાં વરસાદનો માહોલ ઓછો થઇ ગયો છે.ખાસ કરીને ગત દિવસોમાં વલસાડ,સુરત,નવસારી,રાજકોટ અને ગીર સોમનાથમાં વધારે વરસાદ હતો.

જયારે આ વર્ષે સારો વરસાદ રહેવાનો હોવાથી અંદાજીત 6.894 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પણ થઇ ગયું છે.જે ગયા વર્ષ કરતા વધારે રહ્યું છે.જ્યારે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે સરદાર સરોવર જળાશયમાં 1.50,627 MCFT પાણીનો સંગ્રહ થયેલો છે.જે કુલ સંગ્રહ શક્તિના 45.09 ટકા છે.રાજ્યમાં હાલ કુલ ચાર જળાશયો હાઈ અલર્ટ પર છે અને એ સિવાય એક પણ જળાશય અલર્ટ પર નથી.પરંતુ આવતા દિવસોમાં આ જળાશયોના પાણીમાં વધારો થઇ શકે કે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *