ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ગાજવીજ સાથે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મહત્વની આગાહી,જાણો ક્યાં થશે વરસાદ….

Gujarat

રાજ્યમાં હાલ ચોમાસું બેસ્યું નથી પરંતુ વરસાદની ઝરમર ચાલુ થઇ ગઈ છે.જયારે હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું ચાલુ થઇ ગયું છે.જેના લીધે કેરળ અને તેના આજુબાજુના વિસ્તારોમાં વરસાદનો માહોલ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે હવે આ ચોમાસું અન્ય રાજ્યોમાં આગળ વધતું જોવા મળશે.

હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે રાજ્યમાં સત્તાવાર ચોમાસું આશરે 20 દિવસ પછી થઇ શકે છે.પરંતુ હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં 11 થી 13 જુન વચ્ચે નૈઋત્યના ચોમાસાનું આગમન થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.પહેલા આ આગાહી 20 જુન પછી કરી હોવાનું કહેવાય છે.

પરંતુ પ્રિ-મોનસૂન એક્ટિવિટિ હોવાને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં હાલમાં વરસાદનો માહોલ ઉભો થયો છે.આટલું જ નહિ પરંતુ ગત બે દિવસથી ઘણા વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડતો પણ જોવા મળ્યો છે.હવામાન વિભાગ અનુસાર જોવામાં આવે તો બંગાળી ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જુનના રોજ લો પ્રેશર સર્જાઈ શકે છે.

આ સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે.આ સ્થિતિને લીધે નૈઋત્યનું ચોમાસાનું રાજ્યના કેટલાક હિસ્સામાં 11 થી 13 જુન વચ્ચે આગમન થઈ શકે છે.જયારે દર વર્ષે ગુજરાતમાં સામાન્ય રીતે 20 જુનની આસપાસ ચોમાસાનું આગમન થતુ હોય છે.પરંતુ આ વર્ષે સોમાસુ થોડી જલ્દી પણ જોવા મળી શકે છે.

ગઈકાલની વાત કરવામાં આવે તો ગુજરાતનાં આશરે 45 તાલુકામાં વરસાદ પડતો જોવા મળ્યો હતો.જેમાં મહેસાણાના ઘણા વિસ્તારોમાં 2.7 ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે,જયારે નવસારીના ઘણા વિસ્તારોમાં 2.6 ઈંચ વરસાદ પડી ગયો છે.જયારે મોરબીમાં 1 ઈંચ વરસાદ પડી ગયો છે.

સુરતના ઘણા વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.જયારે આ વિસ્તારોમાં આજે પણ વરસાદનો માહોલ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે.હાલમાં તો અચાનક ગરમી વચ્ચે વરસાદી છાંટા પડવાથી અસહ્ય બફારાથી રાહત મળતી જોવા મળી રહી છે.જયારે ગઈકાલે સુરતમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.જયારે આજે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ કે જલ્દી થઇ શકે તે કહેવું મુશ્કેલ છે.પરંતુ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે.કારણ કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.આ વર્ષે દેશમાં લગભગ 101 ટકા વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *