ગુજરાતમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી,આ વિસ્તારોમાં ……..

Gujarat

રાજ્યમાં હાલના દિવસોમાં વરસાદનું જોર વધારે જામતું જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું વાતાવરણ ઉભું થયેલું જોવા મળી રહ્યું છે.તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ જિલ્લાઓ રહ્યા છે જ્યાં સતત ભારે વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે.આ સમગ્ર માહોલ વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.આટલું જ નહિ પરંતુ વધુમાં એવું પણ જણાવ્યું છે કે આગામી 48 કલાક ગુજરાત માટે વરસાદને લઈને ભારેમાં ભારે પણ બની શકે તેવી આશા વ્યક્ત કરી છે.હાલમાં તો ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે.

ગઈકાલની વાત કરવામાં આવે તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ ભારે વરસાદ પડતો જોવા મળ્યો હતો.જયારે અચાનક ભારે વરસાદને લઈને ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા.જયારે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી જાહેર કરી હોવાથી સ્થિતિ વધારે ખરાબ બની શકે છે.

હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે રાજ્યના અમદાવાદ,વડોદરા,ગાંધીનગર, મહેસાણા,પાટણ જેવા અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પડતો જોવા મળી શકે છે,જયારે આણંદ, નડિયાદ,દાહોદ અને બનાસકાંઠા,સાબરકાંઠામાં ભારે વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે.ખાસ કરીને હાલમાં તો નવસારી,ડાંગ,તાપી,નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેલા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જ્યારે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે કારણ કે આગમી દિવસોમાં અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતો જોવા મળી શકે છે.હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

અચાનક ભારે વરસાદ પડવા પાછળનું કારણ બંગાળની ખાડીમાં લો પ્રેશર ઉભું થયું છે.જેથી ભારે વરસાદ પડી શકે છે.જયારે ગત બે દિવસમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ પડી ગયો છે,ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હોવાથી નદીનાળા પણ છલકાય ગયા હતા.જયારે અચાનક પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.જયારે ઘણા લોકોને સલામત સ્થાને પણ લઇ જવામાં આવ્યા છે.

અહેવાલો મુજબ જોવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ગોંડલમાં ખાબક્યો છે. જયારે રાજકોટ,અમરેલી,બનાસકાંઠા,પાટણ,મહેસાણા અને વડોદરા,અમદાવાદમાં આશરે એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે.આવી જ રીતે જો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા,પાટણ,અરવલ્લી, મહીસાગરની વાત કરવામાં આવે તો અહી ભારે વરસાદ થઇ શકે છે.

હાલમાં તો એવું કહેવામાં આવે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર ઉભું થયું છે જેથી વરસાદનું જોર વધારે વધતું જોવા મળી શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ આશરે 10 ટકા જેટલો ઓછો રહ્યો છે.જયારે હાલમાં સીઝનનો 30 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.જયારે આવતા દિવસોમાં સારો વરસાદ રહી શકે છે.

હાલમાં તો ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરામાં રેડ એલર્ટ જાહેર કરાવમાં આવ્યું છે જ્યાં નવસારી,વલસાડ,ડાંગ અને દમણમાં ભારે વરસાદ થઈ શકે છે.જયારે સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.હાલમાં તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બે દિવસ સારો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગત બે દિવસોમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં જોવા મળ્યો છે જે આશરે 5 ઈંચ જેટલો રહ્યો છે,જયારે વંથલીમાં 4,જૂનાગઢમાં 4,કપરાડામાં પોણા 4 ઈંચ,ધોરાજીમાં 3 ઈંચ,વેરાવળમાં પોણા 3 ઈંચ,કેશોદમાં 2.5 ઈંચ વરસાદ પડી ગયો છે.જયારે આગામી 48 કલાક અમુક વિસ્તારોમાં માટે ભારે સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *