ગુજરાતમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદને લઈને કરી મહત્વની આગાહી,જાણો ક્યાં થશે વરસાદ………

Uncategorized

લાંબા સમયના વિરામ પછી રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની પધરામણી થયેલી જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ રાજ્યમાં વધતી ગરમી સામે પણ ફરી રાહત મળતી જોવા મળી છે.તમને જણાવી દઈએ કે રાજ્યમાં બે દિવસથી ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.જયારે વરસાદને જોઇને ફરી ખેડૂતો ખુશ જોવા મળ્યા છે.

જયારે આજે હવામાન વિભાગે ફરી આવતા પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી શકે તેવી મોટી આગાહી વ્યક્ત કરી છે.જયારે ઘણા એવા પણ વિસ્તારો રહેશે જેમાં ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.ખાસ કરીને મોટા શહેરોની વાત કરવામાં આવે તો ત્યાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે હાલમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેસર ઉભું થઇ ગયું છે,જેના લીધે ફરી વરસાદની સ્થિતિ ઉભી થઇ છે.એવું કહેવામાં આવે છે કે ગત સપ્તાહે વરસાદી સિસ્ટમ ઉભી થઇ હતી,પરંતુ વધારે ઉંચે હોવાથી વરસાદ નહીવત જેવો રહ્યો હતો.પરંતુ હવે રાજ્યમાં સારો વરસાદ પડતો જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે હાલમાં તો આવતા પાંચ દિવસ સુધી સારો વરસાદ રહી શકે છે,જેમાં ખાસ કરીને આજે પાટણ,મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,ખેડા,અમદાવાદ,આણંદ,પંચમહાલ, છોટા ઉદેપુર,નવસારી,વલસાડ અને રાજકોટ,જૂનાગઢ,અમરેલી,જામનગર,મોરબી જેવા અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

આટલું જ નઈ પરંતુ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વરસાદની સાથે સાથે ગાજવીજ અને ખાસ કરીને 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.જયારે આવતી કાલની વાત કરવામાં આવે તો ડાંગ,નવસારી,વલસાડ,દમણ,ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે,

જયારે આવતી કાલે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,સુરત જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતો જોવા મળશે.જયારે ત્રીજો દિવસની વાત કરવામાં આવે તો આ દિવસે ભારેથી અતિ ભારે વરસાદ નવસારી,વલસાડ,ગીર સોમનાથમાં જોવા મળી શકે છે,જયારે સુરત,ડાંગ,તાપીમાં તેની થોડી અસર રહી શકે છે.

આવી જ રીતે જો ચોથો દિવસની વાત કરવામાં આવે તો અમરેલીમાં ભારે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે,જયારે સામાન્ય વરસાદ બનાસકાંઠા,સાબરકાંઠા,અમદાવાદ, પંચમહાલ,દાહોદ,વલસાડ,દાદરા નગર હવેલીમાં જોવા મળી શકે છે.આવી જ રીતે જો પાંચમાં દિવસની વાત કરવામાં આવે તો આ દિવસે પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *