ગુજરાતમાં આગામી 5 દિવસમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની હવામાન વિભાગે કરી મોટી આગાહી…..

Uncategorized

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળે છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડે છે. તેવામાં હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.જે ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસું કેરળ પહોંચ્યું હોવાની જાહેરાત હવામાન વિભાગ દ્ધારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈ કાલે કેરળના દક્ષિણ કિનારે વરસાદ પડ્યો હતો. જયારે કેરળના દરિયાકાંઠે અને તેની આજુબાજુના દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રના વિસ્તારોમાં વાદળોનું પ્રમાણ વધ્યું હોય તેવું સેટેલાઇટ મારફત મળેલા ફોટામાં જોવા મળ્યું છે.

કેરળ બાદ પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારત તરફ વરસાદ આગળ વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે 96 થી 104 ટકા વરસાદ થાય તેવી સંભાવના છે. જયારે બીજી બાજુ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, મહીસાગર, ડાંગ, તાપી, વલસાડ, દાહોદ, પંચમહાલની વિસ્તારોમાં વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદવાદમાં ગઈ કાલે મોદી રાત્રે મણીનગર, ઈસનપુર, નારોલ, બોપલ, ઘુમા, સેલા, શીલજ, પ્રહ્લાદનગર, વેજલપુર, વાસણા, ઘોડાસર, એસજી હાઈવે, રાણીપ અને ઈસ્કોનના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જયારે ગઈ કાલે જસદણના આંબરડી, ભડળી, બધાણી, સોમલપુર અને સોમ પીપળીયામાં કરા પડ્યા છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે જેના કારણે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહે તેવી આગાહી કરી છે. આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે ખુબ જ લાભદાયક રહેશે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર જુનથી સપ્ટેમ્બર સુધી દેશમાં લગભગ 101 ટકા વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *