પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 300 દીકરીઓના લગ્ન કરાવશે જાણીતા આ વેપારી, ધામધૂમથી કરવામાં આવી રહી છે તૈયારો…

Uncategorized

કોરોના મહામારીમાં મોઘવારીએ લોકોની કમર ભાગી નાખી છે ત્યારે સુરતના જાણીતા હીરા વેપારી અને આપના નેતા એવા મહેશ સવાણી તરફથી દર વર્ષે પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવવાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ “ચૂંદડી મહિયરની”ના નામથી સામૂહિક વિવાહ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનમાં 300 જેટલી પિતા વિનાની દીકરીઓના વિવાહ કરાવવામાં આવશે.આવનાર 4અને5 ડિસેમ્બર દરમિયાન યોજાવનાર સામૂહિક વિવાહ સમારોહ માટે શનિ-રવિવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસમાં 240 પિતાની વિનાની દીકરીઓ પોતાની માતા અને કુટુંબીઓ સાથે આ બેઠકમાં સામેલ થઈ શકે છે.

પિતાની છત્રછાયા ગુમાવનાર દિકરીઓમાં બેઠકને લઈને લગ્નનું સપનું સાકાર થતું જોઈ રહેલી દીકરીઓની આંખોમાં હરખના આંસુઓ છલકાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે પી.પી સવાણી પરિવાર દ્વારા વર્ષ 2008થી લઈને વિવિધ રાજ્યોમાં જાતિ અને ધર્મોની દીકરીઓના સામૂહિક લગ્ન કરાવવામાં આવતા હોય છે.

આ વર્ષે 4-5 ડિસેમ્બર દરમિયાન આ દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે. શનિ અને રવિવારે આ તબક્કે બેઠક યોજાવવા જઈ રહી છે, આ બેઠકમાં પિતા વિનાની દીકરીઓ તેમની માતા તેમજ સંબંધીઓ સાથે હાજર રહી શકે છે.

સામૂહિક વિવાહમાં સામેલ થનારી કેટલીક દીકરીઓ એવી છે જેમના માતા અને પિતા બંન્નેને આ દુનિયામાં હાજર નથી. માહોલ એવો બનાવવામાં આવે છે કે જાણે પોતાના ઘરે લગાના થતા હોય. લગ્નની એવી તૈયારીઓ કરવામાં આવે છે કે દીકરીઓના આંખમાં હરખના આંસૂ છલકાઈ જાય. આ બેઠક દરમિયાન કેટલાક ભાવુક દ્રશ્યો પણ સર્જાય છે.

બેઠક દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે

લગ્નના આયોજક મહેશ સવાણીએ કહ્યું છે આ વર્ષે 300 જેટલી દીકરીઓ સામૂહિક વિવાહમાં જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી અને સમારોહમાં સરકારની કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવશે.

જો કોરોના ફરી વકરશે તો દરેક દીકરીઓના લગ્ન તેમના ઘરે પણ કરવામના આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી. દર વર્ષની જેમ જ આ વખતે પણ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને પણ આયોજનમાં બોલાવવામાં આવી શકે છે. લગ્નમાં આવતા દરેક નેતાઓનું સ્વાગત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *