સુહાગરાતના દિવસે પતિએ પત્નીને કહ્યું મારે બીજી યુવતી સાથે છે સબંધ તો પત્નીએ કર્યું એવું કે…..

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો પતિ પત્ની વચ્ચે હમેશા કોઈને કોઈ બાબતે નાના ઝગડાઓ થતા જોવા મળે છે.અને આ એક સામાન્ય બાબત પણ કહી શકાય છે.પરંતુ ઘણીવાર એવું પણ થતું હોય છે કે અમુક સમયે પતિ હમેશા પત્નીને અનેક રીતે ત્રાસ આપતો હોય છે.આટલું જ નહિ પરંતુ ઘરના અન્ય સભ્યો પણ તેમને માનશીક અને શારીરિક ત્રાસ આપતા હોવાના ઘણા કિસ્સાઓ સતત સામે આવતા પણ જોવા મળતા હોય છે.

તમને જણાવી દઈએ કે આવો એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં એક મહિલાને ઘરના અન્ય કોઈ પુરુષ સભ્ય દ્વારા છેડતી અને પતિના અન્ય મહિલા સાથે અફેર હોવાની ઘટના સામે આવી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હમેશા એક યુવતી લગ્ન પછી એક નવું સારું જીવન મળતું હોય છે.પરંતુ આજે જે ઘટના સામે આવી છે તે ઘણી અલગ જોવા મળી છે.

એવું કહેવામાં આવે છે કે લગ્નની પ્રથમ રાત્રિએ પતિ પત્નીને કોઈ સારી વાત જણાવે છે તેમના નવા જીવન માટેની એક શરૂઆત કરવાની હોય છે.પરંતુ આવ્બી સ્થિતિમાં એક પતિએ પોતાની પત્નીને એવું જણાવ્યું કે પોતે અન્ય મહિલા સાથે પ્રેમ સબંધો ધરાવે છે.આટલું જ નહિ પરંતુ તે પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો,પરંતુ ઘરના સભ્યોના દબાણથી પોતે આ લગ્ન જીવનમાં જોડાયો છે.

જયારે આ વાત જાણી ત્યારે પત્ની પણ એક દુખની લાગણી નીચે આવી ગઈ હતી.આટલું જ નહિ પરંતુ ઓછુ દહેજ લાવી હોવાના કારણે મહિલા પર સતત ત્રાસ આપવાનું ચાલુ થઇ ગયું હતું.જયારે ગત દિવસોમાં તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી ત્યારે આખરે પત્નીએ પતિ અને સાસરીયાના અન્ય છ વ્યક્તિઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે પોતાના લગ્ન એક યુવક સાંથે થયા હતા,પરંતુ લગ્નની પ્રથમ રાતે જ પતિએ જણાવ્યું કે પોતે અન્ય મહિલા સાથે પ્રેમસબંધ ધરાવે છે.અને આ લગ્ન પોતાની પસંદગી મુજબ કર્યા નથી.આટલું જ નહિ પરંતુ પતિ હમેશા જરૂરિયાત પૂરતો જ સબંધ રાખવા લાગ્યો હતો.

લગ્નના એક વર્ષ પછી યુવતી તિજોરી સાફ કરી રહી હતી ત્યારે તેને પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબધ હોવાના ફોટા તથા પ્રેમપત્રો મળ્યા હતા.જયારે આ વાત અંગે સાસુસસરાને જણાવી ત્યારે સાસુએ ફોટા ફાડી નાંખવાનુ કહ્યુ હતુ અને કહ્યુ હતુ કે પુરુષોને આવા શોખ ધરાવે છે.આવું જણાવી પતિનો જ પક્ષ લીધો હતો.આટલું જ નહિ પરંતુ તે ગુસ્સે થઇ વધારે દહેજ ન લઇ આવી હોવાનું જણાવી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવા લાગ્યા હતા.

યુવતીએ વધુમાં એવું પણ જણાવ્યું છે કે પતિ અન્ય મહિલા સાથે ફોન પર મોડીરાત સુધી વાતો કરતો હતો.જયારે ઘણીવાર પતિ મારઝુડ પણ કરતો હતો.આવી સ્થિતિમાં તે પતિ સાથે રહેવાને બદલે પોતાના માતાપિતાના ઘરે જવા નીકળી હતી.આવી સ્થિતિમાં તે તેને છુટાછેડા આપવા માટે દબાણ કરવા લાગ્યા હતા.હાલમાં પોલીસ આ સમગ્ર બાબત અંગે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *