ગુજરાતના આ વિસ્તારોમાં ચોમાસું સારું રહે તેવી હવામાન વિભાગે કરી મોટી આગાહી,થશે ધોધમાર વરસાદ………

Gujarat

દેશના ઘણા રાજ્યોમાં હવે વરસાદી માહોલ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે દેશમાં ચોમાસું ચાલુ થઇ ગયું છે,જયારે ગુજરાતની વાત કરવામાં આવે તો અહી પણ હવે ઘણા ઓછા સમયમાં ચોમાસું સત્તાવાર રીતે શરુ થઇ શકે છે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો છેલ્લા બે વર્ષથી રાજ્યમાં ચોમાસું ઘણું સારું જોવા મળ્યું છે.વધારે અવર્સદને લીધે ઘણા વિસ્તારોની પાણીની સમસ્યાઓ પણ દૂર થઇ હોય તેવું સામે આવ્યું હતું.પરંતુ હવે ઘણા લોકો એવું વિચારી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે.આવી સ્થિતિમાં હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે આ વર્ષનું ચોમાસું ઘણું જ સારું રહી શકે છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની પણ આગાહી કરવામાં આવી છે. જયારે એવું પણ કહેવામાં આવે છે કે આવતા અઠવાડિયે વિધિવત ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે.જયારે ઉત્તર ગુજરાતમાં અગાઉ કરતા પણ વધારે સારો વરસાદ જોવા મળી શકે છે.જેમાં આશરે આ વર્ષે 100 ટકા કરતાં વધારે વરસાદ જોવા મળી શકે છે.

આ વર્ષે વધારે વરસાદ પડવાને લીધે રાજ્યના ઘણા વિસ્તારો જળબંબકાર પણ થઇ શકે છે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.તમને જણાવી દઈએ કે છેલ્લાં ચારથી પાંચ ની વાત કરવામાં આવે તો આ સમયે અપૂરતો વરસાદ થયો હતો.પરંતુ 2019 અને 2020ની વાત કરવામાં આવે તો તેમાં મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદ પડી ગયો હતો.અને ઘણા વિસ્તારો પાણીથી ભરાઈ પણ ગયા હતા.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસાનો પ્રારંભ થઇ જશે.આટલું જ નહિ પરંતુ આ વર્ષનું ચોમસું ઘણું સારું પણ જોવા મળશે.જેમ કે અગાઉના વર્ષોમાં ઉત્તર ગુજરાતમાં એકાંતરા વર્ષે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતી હતી.જયારે આ વર્ષે પણ આવી સ્થિતિ ઉભી થઇ શકે છે.એટલે કે ઉત્તર ગુજરાતમાં 100 ટકા કરતાં વધારે વરસાદ રહેશે,જે ખેડૂતો માટે ઘણા સારા સમાચાર ઘણાવી શકાય છે.

જયારે ગયા વર્ષે વરસાદ સારો રહ્યો હતો ત્યારે આ વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યાઓ ખૂબ ઓછી જોવા મળી હતી.આટલું જ નહિ પરંતુ અંતરિયાળ વિસ્તારોમાંથી પણ કોઈ પાણી સાથેની સમસ્યા સામે આવી ન હતી.એટલે કે આ વર્ષે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *