હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે,જાણો કયા વિસ્તારોમાં થશે ધોધમાર વરસાદ ?

Uncategorized

ધીરે ધીરે રાજ્યમાં હવે વરસાદનું આગમન થતું જોવા મળી રહ્યું છે.જયારે કાળજાળ ગરમીથી હવે રાહત મળતી હોય તેવું લાગી રહ્યું છે.જયારે હવામાન વિભાગ અનુશાર જોવામાં આવે તો રાજ્યમાં આ મહિનાના અંત સુધીમાં ચોમાસું સત્ત્વર રીતે ચાલુ થઇ શકે છે.જયારે ચોમાસાની ઋતુના ચાર માસ પૈકી જેઠ માસના પ્રારંભ સાથે જ હવામાન ખાતાએ વધુ એક આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે તેવી મોટી આગાહી કરી છે.જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડતો જોવા મળી શકે છે.જયારે અમદાવાદ અને તેના આજુબાજુના વિસ્તારોની વાત કરવામાં આવે તો હાલમાં અહી વરસાદ જોવા મળશે નહિ.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં ભેજનું પ્રમાણ વાતાવરણમાં વધારે જોવા મળી રહ્યું છે.જયારે કેટલાક મોટા શહેરોમાં હાલમાં અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ થઇ રહ્યો છે.તમને જણાવી દઈએ કે હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.

જ્યારે બાકીના વિસ્તારમાં જેમ કે કચ્છના ઘણા વિસ્તારોમાં હાલ વરસાદ જોવા મળશે નહિ.અમદાવાદની આજની ગરમીની વાત કરવામાં આવે તો હાલમાં 39 ડિગ્રી સુધીનો પારો જોવા મળી રહ્યો છે.જે ઘણા સમયથી સ્થિર જોવા મળ્યો છે.જયારે હવે આવા શહેરોમાં ગરમી હોવાથી ઘણા લોકો બહાર ફરતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ ઠંડા પીણા અને આઈસ્ક્રીમના વેપારીઓને ત્યાં ફરી ભીડ થતી જોવા મળી છે.

હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસમાં વરસાદ પડશે.જેમાં આજે હળવાથી ગાજવીજ સાથે મધ્યમ વરસાદ સુરત,તાપી,વલસાડ,નવસારી આ સાથે અમરેલી,ગીર સોમનાથ અને જુનાગઢમાં વરસાદ પડી શકે છે,જયારે આવતી કાલની વાત કરવામાં આવે તો મધ્યમ વરસાદ સુરત,ડાંગ, તાપી,વલસાડ,દાદરા નગર હવેલીમાં જોવા મળશે.

જયારે બીજી બાજુ દ્વારકા,પોરબંદર,સુરેન્દ્રનગર,ગીર સોમનાથમાં પણ વરસાદ જોવા મળી શકે છે.જયારે તા 17ની વાત કરવામાં આવે તો બનાસકાંઠા,પાટણ,સાબરકાંઠા,વલસાડ,નવસારી અને ગીર સોમનાથ,કચ્છ અને દીવમાં વરસાદી માહોલ જોવા મળશે.આ ઉપરાંત તા 18ની વાત કરવામાં આવે તો આ સમયે ગાજવીજ સાથે વરસાદ સુરત,નર્મદા,વલસાડ,પોરબંદર,જુનાગઢ,ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *