એક જ પરિવારના 6 સભ્યોને કોરોના ભરખી ગયો ,મહેતા પરિવાર થઇ ગયો વેરવિખેર………..

Gujarat

દેશના અનેક રાજ્યોમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.જયારે તેની સામે કેટલાક લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કોરોનાની ઉભી થયેલી બીજી તરંગે ઘણા પરિવારના કેટલાક સભ્યોને પોતાની ઝપેટમાં લઇ લીધા છે.

આજે આવો જ એક દુખદ કિસ્સો સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે કાળમુખા તરીકે ઉભા થયેલા કોરોનાએ એક જ મહિનામાં એક જ પરિવારના આશરે પાંચ જેટલા સભ્યોની જીવ લઇ લીધો હતો.જયારે આ દુખદ કિસ્સો ગુજરાતના રાજકોટ વિસ્તારમાંથી સામે આવ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાજ્યમાં કોરોનો મૃત્યુઆંક ઘણા સમયથી યથાવત જોવા મળી રહ્યો છે.

પરંતુ એક જ પરિવારમાંથી એક મહિનામાં પાંચ જેટલા સભ્યો કોરોનાના કારણે જીવ ગુમાવે છે ત્યારે આ સ્થિતિ ઘણી કરુણમય બની જતી હોય છે.મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવે છે કે જૈન સંઘના પ્રમુખ તેમજ કોલેજના ટ્રસ્ટી જૈન અગ્રણી પરિવારમાં ત્રણ ભાઈઓ તથા બે બહેનો તેમજ એક ભાણેજનું કોરોનાના કારણે મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.

પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે પોતે આઠ ભાઈઓ અને ત્રણ બહેનો પરિવાર હતો.જેમાં તેમના ભાઈ રાજકોટ રહેતા હતા તેમનું કોરોનાના કારણે એપ્રિલના અંતમાં નિધન થયું હતું. ત્યારબાદ ગણતરીના જ દિવસોની અંદર બીજા એક ભાઈનું અવસાન મેના પ્રથમા દિવસે થયું હતું.જયારે તેમના એક બીજા ભાઈ જેઓ છેલ્લા છ મહિનાથી નિવૃત્ત જીવન જીવતા હતા.

પરંતુ તેમનું પણ કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.જ્યારે પરિવારની ત્રણ બહેનો માંથી બે બહેનો પણ કોરોના સંક્રમિત થતા મોતને ભેટી હતી.આમ આઠ ભાઈઓ અને ત્રણ બહેનોમાંથી પરિવારના પાંચ ભાઈ બહેનો કોરોના સામે હારી ગયા હતા.આવી દુખદ ઘટના પછી પરિવારના બીજા સભ્યો ઘણા દુઃખમાં આવી ગયા છે.તે પ્રાથના કરે છે કે આવું કોઈ પરિવાર સાથે ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *