પત્ની અડધી રાતે ઉઠીને પતિ પાસે કરાવતી હતી એવું કામ કે પતિએ કંટાળીને કર્યું એવું કે…..

Uncategorized

પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે. બંને એક બીજાના સુખ દૂ:ખને સમજી શક્તા હોવા જોઈએ, પરંતુ આ સંબંધમાં જ્યારે મહત્વકાંક્ષા વધી જાય તો અંતે સંબંધ તાર-તાર થઈ જતા હોય છે.આજે આપણે એક એવી ઘટના વિષે વાત કરવાના છીએ કે જેને જાણીને તમને પણ નવાઈ લાગશે.

નોયડા સેક્ટર-34માં આવેલી એક મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જીન્યર તરીકે એક વ્યક્તિ કામ કરે છે. તે ઈદિરાપુરમ વિસ્તારના ન્યાયા ખંડ કોલોનીમાં પોતાના પરિવાર સાથે રહે છે. આ એન્જીન્યરના લગ્ન દિલ્લીના કરોલ બાગ વિસ્તારની એક છોકરી સાથે દોઢ વર્ષ પહેલા થયા હતા.

લગ્નના થોડા સમય બધુ સારૂ ચાલ્યું. પરંતુ એન્જીન્યરની પત્નીને એક્ટિંગની દુનિયામાં પોતાનું કરીયર બનાવવું હતું અને એટલે તેણે એક્ટિંગ ક્લાસ પણ જોઈન કર્યા. એક્ટિંગ ક્લાસ જોઈન કર્યા ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ ત્યારાદ તે શોસિયલ મીડિયામાં ખુબજ એક્ટિવ રહેવા લાગી. ટિકટોક વીડિયો બનાવવા લાગી અને ફેસબુક અને વ્હોટ્સઅપમાં પોતાનો સમય પસાર કરવા લાગી. અને આજ વાતે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા.

કોર્ટમાં દાખલ કરેલા કેસ અનુસાર યુવકનો આરોપ છે કે, પત્ની અડધી રાત્રે તેને નિંદરમાંથી જગાડતી હતી, અને મોબાઈલમાં વીડિયો બનાવવાનું કહેતી હતી. અને જો તે મોબાઈલમાં વીડિયો બનાવવાનું ના પાડે તો, પત્ની ધમકી આપતી હતી. પત્ની કહેતી કે, ખોટા કેસ કરી ફસાવી દઈશ. અને ડરનો માર્યો તે ઉઠી પત્નીનો વીડિયો બનાવી દેતો હતો. અંતે કંટાળી યુવકે ગાઝિયાબાદ કોર્ટમાં ફરિયાદ કરી

યુવકના વકીલ મુજબ યુવકે છૂટાછેડા માટે અરજી કરી છે. વકીલ દિનેશ શર્માએ કેસની માહિતી આપતા કહ્યું કે, પોતાના ક્લાઈન્ટે છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે યુવકની અરજીનો સ્વીકાર કર્યો છે. અને શરૂઆતના તબક્કામાં કાઉન્સલિંગ કરવા પણ આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *