ગુજરાતમાં આ તારીખે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી,જાણો ક્યાંક્યાં થશે ભારે વરસાદ…….

Uncategorized

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં કરેલી આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં 15 જૂને વરસાદ થાય તેવી સંભાવના છે.

જયારે ચોમાસું સુરત અને ગોવા વચ્ચેથી પસાર થઇ રહ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં 14 જૂને ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે. અને ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકામાં સામાન્ય વરસાદ થાય તેવી આગાહી કરી છે.

ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થશે જેના કારણે 16 જુન સુધીમાં રાજ્યના 21 જિલ્લાઓમાં સામાન્યથી લઈને ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં ધોધમાર વારસાદ થઇ રહ્યો છે જેના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ છે. અને લોકોને આવવા જવામાં પણ તકલીફ પડે છે. જ્યાં હવામાન વિભાગે 13-14 જૂનના દિવસે ભારે વરસાદની આગાહી કરેલી છે.

ભારતમાં વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં 14-15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે.જયારે ચોમાસુ બંગાળની ખાડી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં પહોચી ગયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *