ગુજરાતમાં આ તારીખે સૌરાષ્ટ્રથી લઈને ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને કરી મહત્વની આગાહી……

Uncategorized

થોડા દિવસ પહેલા ગુજરાતમાં ખાસ કરીને તાઉ તે નામનું ભયાનક વાવાઝોડું ટકરાયું હતું,જેના સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડતો જોવા મળ્યો હતો.ભારે પવન સાથે ભારે વરસાદે ઘણા વિસ્તારોમાં ઘણું નુકશાન કર્યું હતું.સામાન્ય રીતે જોવામાં આવે તો આ કમોસમી વરસાદને લીધે ખેતી પાકને વધારે નુકશાન થયું છે.

છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં સતત બદલા જોવા મળી રહ્યો છે.વાવાઝોડા પછીના બે દિવસ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઉંચો જતો જોવા મળ્યો હતો.જયારે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યોના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.હવામાન ખાતાની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આજથી અચાનક વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે.જયારે એવું પણ જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.જયારે સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.ખાસ કરીને 27 અને 28 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

જયારે હવામાન વિભાગ એવું પણ જણાવી રહ્યું છે કે આ વરસાદી માહોલ પછી અચાનક ગરમીમાં પણ વધારો જોવા મળશે.જયારે તાઉ તે વાવાઝોડું આવ્યું ત્યારે સાથે અતિ ભારે વરસાદ થયો હતો ત્યારે તેની અસર સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળી હતી.જેમાં હજારો કરોડનું નુકસાન વીજ વિભાગને થયું છે.જયારે આ વિસ્તારના ઘણા જળાશયો પણ પાણી પાણી થઇ ગયા હતા.હવે ફરી એકવાર આવો વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *