ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદને લઈને આવ્યા મહત્વના સમાચાર, આ વિસ્તારોમાં આગામી 5 દિવસમાં….

Uncategorized

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે.એટલે કે વરસાદએ થોડા દિવસ માટે વિરામ લીધો હોય તેવું જોવા મળ્યું છે.જયારે વરસાદ નહીવત હોવાથી ફરી એકવાર ગરમીમાં વધારો જોવા મળ્યો છે.જયારે લોકો ગરમીથી પરેશાન થઇ રહ્યા છે.જયારે બીજી બાજુ ખેડૂતો હવે ચિંતામાં આવી ગયા છે.

પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હવામાન વિભાગે ફરી વરસાદને લઈને આગાહી કરી હોવાનું સામે આવ્યું છે,હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ પડતો જોવા મળી શકે છે,પરંતુ હાલમાં વરસાદની કોઈ પણ સિસ્ટમ સક્રિય જોવા મળી નથી.

પણ આવતા પાંચ દિવસમાં ફરી વરસાદ પડતો જોવા મળી શકે છે.જેમાં ખાસ કરીને નવસારી, વલસાડ સહિતના કેટલાક અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.તમને જણાવી દઈએ કે રાજ્યમાં 9 જૂલાઈથી વરસાદીની ગતિવિધિમાં વધારો થઇ શકે છે તેવું અનુમાન હવામાન વિભાગનું રહેલું છે.આ સમયે સામાન્ય વરસાદ પડી શકે છે.

જયારે આગામી 24 કલાકમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડતો જોવા મળી શકે છે.જયારે આ અવર્સદની આગાહી સાથે સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પવન પણ ફૂંકાઈ શકે તેવું જણાવ્યું છે.જયારે સુરતની વાત કરવામાં આવે તો આજે સવારે છૂટાછવાયો વરસાદ પડતો જોવા મળ્યો હતો.

હાલમાં તો વરસાદ નહિ હોવાથી ગરમીની સાથે સાથે બફારો પણ વધી રહ્યો છે.રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો પણ 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી જોવા મળ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાજ્યમાં જોઈએ એવો વરસાદ પડ્યો નથી,જયારે રાજ્યમાં 29 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વધારે વરસાદ જો કોઈ વિસ્તારોમાં જોવા મળ્યો હોય તો તે સૌરાષ્ટ્ર અને કચ્છ કહી શકાય છે.જ્યારે સૌથી વધુ વરસાદ માત્ર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે.પરંતુ થોડા દિવસોમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ જશે અને ફરી વરસાદ પડતો જોવા મળી શકે છે.પરંતુ હાલમાંતો ઓછા વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *