ગુજરાતમાં થયું ચોમાસાનું આગમન,આ વિસ્તારમાં હવામાન વિભાગે ભારે વરસાદની કરી મોટી આગાહી

Uncategorized

કાળજાળ ગરમી પછી હવે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે.જયારે બીજી બાજુ હવે તે ચોમાસું ધીરે દીહ્રે અન્ય રાજ્યો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે.આવી સ્થિતિમાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે અહી ઘણા સમયથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે.જયારે કેટલાક વિસ્તારોમાં તો વરસાદી માહોલ પણ ઉભો થયેલો જોવા મળ્યો છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ગુજરાતમાં 15 જૂન પછી ચોમાસાની શરૂઆત જોવા મળતી હોય છે,પરંતુ આ વર્ષે તદ્દન અલગ જોવા મળી રહ્યું છે,હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે હાલમાં ગુજરાત રાજ્યમાં નીર્ધારીત સમય કરતા એટલે કે આશરે સાત દિવસ અગાઉ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે.

હાલમાં નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન વલસાડમાંથી પસાર થયું છે.સાથે જ નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે.આવી સ્થિતિ ઉભી થઇ હોવાથી આશરે 30 જૂન સુધી રાજ્યભરમાં ચોમાસુ સક્રિય જોવા મળશે.જયારે હવામાન વિભાગે વધારે એક એવી પણ આગાહી કરી છે કે 13 અને 14 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે નવસારી,વલસાડ,દમણ જેવા વિસ્તારોમાં આગમી દિવસમાં ભારે વરસાદ પડતો જોવા મળશે.જયારે એવું પણ કહી શકાય છે કે રાજ્યમાં જોરદાર વરસાદની એન્ટ્રી વલસાડ જિલ્લાથી થઇ શકે છે.જયારે ગત દિવસોમાં પણ અહીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.જેમાં દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ વરસાદ પડી ગયો છે.

હવામાન વિભાગે વધુમાં એવું પણ જણાવ્યું છે કે દક્ષિણ ઓડિશાથી દક્ષિણ ગુજરાત સુધી મોર્નિંગ ટ્રો સર્જાયો છે,જેના લીધે 12 થી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત સાથે ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ,પોરબંદર,રાજકોટ,બોટાદ,અમદાવાદ,આણંદ જેવા વિસ્તારોમાંમધ્યમ વરસાદ પડતો જોવા મળી શકે છે.આ વર્ષનું ચોમસું ઘણું સારું રહી શકે છે.જયારે આ વર્ષે રાજ્યમાં 103 ટકાથી પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જયારે ગુજરાત ઉપરાંત મુંબઈની વાત કરવામાં આવે તો ત્યાં પણ સમય કરતા પહેલા ચોમાસાનું ધમાકેદાર આગમન થઇ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે.કારણ કે ગત દિવસે તીવ્રતા સાથે વરસાદ પડતો જોવા મળ્યો હતો.હવે આવતા દિવસોમાં ભારે વરસાદ પણ પડી શકે છે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ચોવીસ કલાક દરમિયાન લગભગ અગિયાર ઇંચ વરસાદ આ વિસ્તારોમાં જોવા મળ્યો છે.એટલું જ નહિ પરંતુ ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે.જયારે સાંતાક્રુઝમાં સાડાદસ ઇંચ,અને કોલાબામાં પોણાચાર ઇંચ વરસાદ પડી ગયો છે.એવું પણ કહી શકાય છે કે હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ લોકોને અનેક સમસ્યાઓ ઉભી થવા લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *