ગુજરાતમાં બનવા જઈ રહી છે ગધેડાના દુધની ડેરી,તેના ભાવ જાણીને તમને પણ નવાઈ લાગશે…….

Uncategorized

દેશમાં મોટાભાગના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે.જેમાંથી ખેડૂતો પોતાની સારી એવી આવક ઉભી કરતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ગાય,ભેસના દૂધનું વેચાણ ડેરીઓમાં કરીને સારી આવક મેળવતા હોય છે.જયારે આ બંને પનુઓના દુધ સામાન્ય રીતે બજારમાં પણ જોવા મળતા હોય છે.

આવી સ્થિતિમાં જો ગધેડાની વાત કરવામાં આવે તો તે પણ એક પશુ પરંતુ તેના દૂધનું આજ સુધી વેચાણ થતું જોવા મળ્યું નથી.ઘણા લોકો જાણતા નથી કે ગધેડોનું દૂધ પણ ઘણું મોંઘુ અને સારા ગુણો ધરાવતું હોવાનું માનવામાં આવે છે.પરંતુ ઘણા ઓછા લોકોએ તેનું સેવન કર્યું હશે.તમને જણાવી દઈએ કે આવતા દિવોસમાં એક લિટર ગધેડાનું દૂધ આશરે 7 હજાર રૂપિયા મળી શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુધ વિશ્વનું સૌથી મોંઘુ દૂધ માનવામાં આવશે.તમને જણાવી દઈએ કે કેટલાક અહેવાલોમાં એવું સામે આવ્યું છે કે ગુજરાતમાં સરકાર ગધેડાને દુધાળા પશુનો દરજ્જો આપવા જઈ રહી છે.આટલું જ નહિ પરંતુ તે ઘણા ટૂંક સમયમાં એક ડેરી બનાવશે.જેમાં ફક્ત ગધેડાનું દૂધની વેચાણ થશે અને ત્યાંથી મળી પણ રહેશે.

પ્રાણી નિષ્ણાતો કએવું જણાવી રહ્યા છે કે ગધેડાનું દૂધ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે.આટલું જ નહિ પરંતુ આ દૂધમાં એન્ટી એજિંગ એલિમેન્ટ,એન્ટીઓક્સિડેન્ટ તત્વ અને અન્ય ઘણા વિશેષ તત્વો રહેલા છે જે અન્ય પ્રાણીઓના દૂધથી ઘણા અલગ બનાવે છે.જયારે સરકારનું માનવું છે કે ગધેડાઓની એક ખાસ જાતિ ગુજરાતમાં જોવા મળે છે.

આ સામાન્ય ગધેડા કરતા ઘણા અલગ જાતિના હશે.અને તેમનું દૂધ ઔષધીય ગુણધર્મોથી ભરપૂર હશે.સરકાર તેમને દુધાળા પ્રાણીઓની શ્રેણીમાં સામેલ કરશે.એવું કહેવામાં આવે છે કે ગધેડાઓની આ ખાસ પ્રજાતિ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે.તેમને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે,જેના કારણે સરકાર પણ આવક ઉભી કરી રહી છે.

દરેક વ્યક્તિ જાણે છે કે ગધેડાઓનો ખાસ કરીને ઉપયોગ માલ અને વજન વહન કરવા માટે કરવામાં આવે છે,પરંતુ હવે સરકાર એક નવો નિર્ણય લેવાનું વિચારી રહી છે કે આ ખાસ પ્રજાતિના ગધેડાઓને બોજારૂપ પ્રાણીઓને બદલે દુધાળા પ્રાણીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે.જેથી આ ગધેડાઓના માલિકી ધરાવતા લોકો પણ સારી આવક ઉભી કરી શકે.

કેટલાક અહેવાલોમાં એવું સામે આવ્યું છે કે ગુજરાતની સ્થાનિક ગધેડાની જાતિ ‘હાલારી’ ની છે. તેમના દૂધ માટે ડેરી શરૂ કરવાની વાત પણ કરવામાં આવી રહી છે.જયારે આ જાતિના ગધેડાઓ ઘોડા જેવા લાગે છે.આટલું જ નહિ પરંતુ આ પ્રજાતિના ગધેડા છેલ્લા 200 વર્ષથી સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે.આવતા દિવસોમાં તે દુધાળા પશુનો દરજ્જો મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *