ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આ વિસ્તારોમાં કરી મહત્વની આગાહી …….

Gujarat

રાજ્યમાં થોડા દિવસો પહેલા વરસાદની સારી શરૂઆત જોવા મળી હતી.આટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ વિસ્તારો હતા જ્યાં વધારે વરસાદ પણ પડતો જોવા મળ્યો હતો,જેથી ઘણા લોકો વરસાદની શરૂઆતમાં જ પરેશાન થઇ ગયા હતા.પરંતુ થોડા દિવસો પહેલા હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું,કે આગમી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદ નહીવત જોવા મળશે.

આવી સ્થિતિમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.જયારે હાલમાં જ હવામાન વિભાગે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આગામી હજી પાંચ દિવસ સુધી વરસાદ નહીં પડે તેવી સંભાવનાઓ રહેલી છે.પરંતુ તમને જણાવી દઈએ કે આ આગાહી માત્ર રાજ્યના કેટલાક વિસ્તારમાં જ કરવામાં આવી છે.

પરંતુ સુરત,વલસાડ,નવસારી,તાપી જેવા વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારોમાં વરસાદ રહી છે.આટલું જ નહિ પરંતુ વરસાદની સાથે સાથે ભારે પવન પણ રહી શકે છે જેથી માછીમારોને ચાર દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.જયારે ગુજરાતમાં હજુ માઈનસ 8 ટકા વરસાદની ઘટ હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,જેમાં ખાસ કરીને આજે નવસારી,વલસાડ,દમણ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથમાં ભારે વરસાદ પડતો જોવા મળી શકે છે.જયારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતો જોવા મળશે.જયારે આજ સવારથી આ વિસ્તારોમાં વરસાદી માહોલ પણ ઉભો થઇ ગયો જોવા મળી રહ્યો છે.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે રાજ્યમાં અત્યાર સુધી 4 ઈંચ સાથે મોસમનો સરેરાશ 13 ટકા વરસાદ પડી ગયો છે.જયારે ગયા વર્ષ કરતા થોડો વધારે પણ કહી શકાય છે.જ્યારે આજે અમદાવાદમાં પણ વાદળછાયુ વાતાવરણ ઉભું થયું છે.જયારે ગત દિવસે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો હતો.પરંતુ રાજ્યના કેટલાક વિસ્તરોમાં ચાર દિવસ વરસાદ નહીવત જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *