ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ વિસ્તારમાં આ તારીખે થશે વરસાદ…

Uncategorized

એક તરફ રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી બાજુ હવે રાજ્યમાં દિવસે દિવસે ચોમાસું નજીક આવતું હોય તેવું જોવા મળી રહ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વર્દાસ પણ પડતો જોવા મળી રહ્યો છે.આવી સ્થિતિમાં હવે સમગ્ર લોકોની મુશ્કેલીઓ વધવા પણ લાગી છે,જયારે અન્ય શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોય તેવું સામે આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે હાલમાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસની વરસાદને લઈને આગાહી કરી છે.જયારે હવે બીજી બાજુ હવામાન વિભાગના જાણીતા એવા અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે કે 28 થી 29 જૂનથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.એટલે કે આ સમય પછી રાજ્યમાં ચોમાસું બેસી શકે છે.

જયારે વધુમાં એવું પણ જણાવ્યું છે કે 9 થી 11 જૂન સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડતો જોવા મળશે.જેમક ખાસ કરીને ઉત્તર ગુજરત,સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હાલ હળવો વરસાદ પડતો જોવા મળશે.જયારે આગામી 11 થી 12 જૂનમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતો પણ જોવા મળશે તેવું અંબાલાલે જણાવ્યું છે.

અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે કે રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેચવાના હજુ 20 દિવસની વાર છે.જયારે કેરળની વાત કરવામાં આવે તો ત્યાં હાલમાં ચોમાસું ચાલુ થઇ ગયું છે.જે હવે અન્ય રાજ્યો તરફ આગળ વધતું પણ જોવા મળી રહ્યું છે.આગામી દિવસોમાં રાજ્યામાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે પ્રિ-મોન્સુન એક્ટિવ થતા વરસાદ પડી શકે તેવું અનુમાન જાહેર કરવામાં આવ્યું હતું.

હાલના દિવસોની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા બે દિવસોથી ઘણા વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડ્યો છે.આવી સ્થિતિ જોઇને એવું લાગી રહ્યું છે કે હવે ચોમાસું નજીકના દિવસોમાં બેસી શકે છે.જયારે બીજી બાજુ હવામાન વિભાગ આગામી 20 જુન સુધી ચોમાસું બેસે તેવું અનુમાન લગાવી રહ્યું છે.

રાજ્યમાં હાલ પ્રિ-મોન્સુન એક્ટિવિટી થઇ ગયું હોવાથી કેટલાક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી શકે છે.તેમજ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે.હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ત્રણ કે ચાર દિવસ સુધી વરસાદ પડે તેવું પણ જણાવ્યું છે.જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ ઉભો થયેલો જોવા મળશે તેવું જણાવ્યું છે.

રાજ્યમાં ગત દિવસે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડતો જોવા મળ્યો હતો.આવી સ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જયારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ વીજપુરવઠો પણ ખોરવાયો હોય તેવું સામે આવ્યું હતું.શહેરની વાત કરવામાં આવે તો હાલમાં જ વરસાદના પાણીથી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે,જે આખા ચોમાસાની મુશ્કેલીઓ તો બાકી છે.આવી સ્થિતિમાં એવું જાણવા મળી રહ્યું છે કે હાલમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને અંડરપાસનું મોનિટરિંગ કરવું તેમજ ડ્રેનેજની લાઈનો સાફ કરવા સહિતની કામગીરી હાથમાં લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *