ગુજરાતમાં વરસાદને લઈને કરી મહત્વના આગાહી,હવામાન વિભાગે આ વિસ્તારોમાં ……….

Uncategorized

રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે,જયારે બીજી બાજુ હવામાન વિભાગ સતત વરસાદને લઈને નાની મોટી આગાહી કરતુ જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ હાલમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી પણ ગયો છે,જયારે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભું થઇ ગયું છે.અને સમગ્ર વાતાવરણમાં એક ઠંડક જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે ગત દિવસે હવામાન વિભાગે એવી આગી કરી હતી કે ગુજરાત સહિત અન્ય રહ્યો જેમ કે દિલ્હી,ચંડીગઢ,હરિયાણા,રાજસ્થાન આ ઉપરાંત પંજાબ સહિત રાજ્યોમાં ચોમાસું આશરે બે સપ્તાહ સુધી લંબાઈ શકે છે.એટલે કે હાલમાં આ વિસ્તારોમાં કોઈ ભારે અવર્સાદ થવાની સંભાવનાઓ રહેલી નથી.હાલમાં વરસાદ વિરામ લઇ શકે છે.

પરંતુ સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે દેશના બાકીના વિસ્તારોમાં ઓછામાં ઓછા પાંચ જુલાઇ સુધી વરસાદી જોર ઓછી થવા લાગી શકે છે.સામાન્ય રીતે જાણકાર એવું જણાવી રહ્યા ચી કે હાલમાં જે વરસાદ વિરામ લઇ રહ્યો છે તેનો સમય ખાસ કરીને એક સપ્તાહનો હોય છે,પરંતુ અમુક વર્ષોમાં તેનો વધારો થયેલો પણ જોવા મળ્યો છે.

આવી જ રીતે આ વર્ષે પણ આશરે 10 -15 દિવસ વરસાદ નહીવત જોવા મળશે.જયારે આવી સ્થિતિ ખાસ કરીને ખેતી પર વધારે અસર કરતી હોય છે.તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પણ ચોમાસું ખેચાઈ ગયું હોવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.એવું કહેવામાં આવે છે કે રાજ્યમાં આશરે આગામી આઠ-દસ દિવસ સુધી સારો વરસાદ જોવા મળશે નહિ.

જયારે હવામાન વિભાગના અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી.જેથી આગામી પાંચ-છ દિવસ સુધી તો વરસાદ થવાની કોઈ જ સંભાવના નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લઇ લીધો છે,પરંતુ વરસાદી માહોલ ચોક્કસ રીતે જોવા મળી રહ્યું છે.

ખાસ કરીને જોવામાં આવે તો ભારતમાં લગભગ 15 કરોડ ખેડૂતો વધારે પડતા ચોમાસું વરસાદના આધારે ખેતી કરતા હોય છે,પરંતુ વરસાદમાં ચોક્કસાઈ જ હોય તો તેમને ઘણું નુકશાન સહન કરવું પડતું હોય છે.એવું કહેવામાં આવે છે કે દેશમાં ચાર મહિનાના ચોમાસા દરમિયાન વાર્ષિક જરૂરિયાતના 70 ટકા વરસાદ વરસી જતો હોય છે.જેમાં ખાસ કરીને ડાંગર,સોયાબીન અને કપાસની વધારે ખેતી થતી હોય છે.જયારે આ વર્ષે પણ વરસાદ સારો રહી શકે તેવી સંભાવનાઓ રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *