ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મહત્વની આગાહી,જાણો ક્યાં થશે સાબલેદાર વરસાદ……

Uncategorized

વરસાદના લાંબા વિરામ પછી ફરી એકવાર રાજ્યમાં વરસાદ ચાલુ થઇ ગયો છે,જયારે હવામાન વિભાગ પણ એવું જણાવી રહ્યું છે કે આગમી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે.જયારે આ વરસાદની સાથે સાથે ખેડૂતો પણ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં બંગાળની ખાડીમાં વરસાદી લો પ્રેશર ઉભું થયું છે,જેના લીધે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ એવું પણ જણાવી રહ્યું છે કે સૌરાષ્ટ્ર પર આ લો પ્રેશરની અસર વધારે જોવા મળી રહી છે,માટે એવું કહી શકાય છે આ લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં વધારે જોવા મળી શકે છે.આટલું જ નહિ પરંતુ આ વિસ્તારોમાં આવતા ત્રણ દિવસ સુધી વધારેમાં વધારે વરસાદ પડતો જોવા મળી શકે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં રાજ્યના ઘણા વિસ્તાઓમાં વરસાદ વરસી રહ્યો છે,પરંતુ જો અતિભારે વરસાદ પડશે તો પણ ઘણા લોકોના જીવન પાસે તેની અસર પડી શકે છે.હવામાન વિભાગ મુજબ જોવામાં આવે તો હાલમાં દરિયાની સપાટીથી આશરે 1.5 કિમી ઉંચાઈ પર લો પ્રેશરનું દબાણ જોવા મળ્યું છે.

જયારે આ લો પ્રેશરના લીધે વધારે વરસાદનો માહોલ બની શકે છે,આવી જ રીતે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો અહી આવતીકાલે વીજગર્જના સાથે સામાન્ય વરસાદની શરૂઆત થઇ શકે કે.જયારે ઘણા સમયથી વરસાદ પડતો ન હોવાથી એવું લાગી રહ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું આ વર્ષે સારું નહિ રહે,જેથી ઘણા ખેડૂતો પોતાના વાવેતરને લઈને વધારે ચિંતામાં આવી ગયા હતા.

પરંતુ રાજ્યમાં ફરી વરસાદ ધીમે ધીમે આવી રહ્યો છે તો લોકો રાહત અનુભવી રહ્યા છે.જયારે હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે 18 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.જયારે આજની અને આવતી કાલની વાત કરવામાં આવે તો પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આવી જ રીતે દાહોદ,પંચમહાલ,મહીસાગર,ખેડા,આણંદ,બનાસકાંઠા,સાબરકાંઠા,ભાવનગર અને સોમનાથ,અમરેલી,કચ્છ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.આવી જ રીતે આવતા બે દિવસ પછી વલસાડ,દમણમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.જોવા મળી શકે છે,જો અતિ ભારે અવર્સાદ પણ આવશે તો વાવેતરને નુકશાન થઇ શકે એવી ચિંતા ફરી ખેડૂતો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *