ગુજરાતમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી,આ વિસ્તારોમાં આગામી 4 દિવસમાં થશે ધોધમાર વરસાદ….

Gujarat

હવામાન વિભાગ મુજબ જોવામાં આવે તો હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી કેરળમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે દેશમાં પહેલા ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય છે.જ્યાં હમણાં વરસાદી માહોલ ઉભો થઇ ગયો છે.હવે આ ચોમાસું આગળ વધતું જોવા મળશે.અને દેશના ઘણા રાજ્યોમાં આવતા સમયમાં વરસાદ પડતો જોવા મળશે.

જયારે હવામાન વિભાગ એવું પણ જણાવી રહ્યું છે કે કેરળના દરિયાકાંઠે અને તેની આજુબાજુના દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર પર વાદળોનું પ્રમાણ વધારે વધવા લાગ્યું છે.જેથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદનો માહોલ જોવા મળી શકે છે.જેમાં વધારે વરસાદ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે.

જ્યારે હાલમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ ઉભો થઇ શકે છે,જયારે ગાંધીનગર,અરવલ્લી,અમદાવાદ,સુરત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળી શકે છે.જયારે ગત દિવસની વાત કરવામાં આવે તો અમદાવાદના ઘણા વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે અચાનક ધોધમાર વરસાદનું કારણ પ્રિમોનસૂન એક્ટીવ થયું છે,જેના લીધે આવી અસર જોવા મળી રહી છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા.હાલમાં તો સામાન્ય વરસાદથી જ મોટા શહેરની મહાનગર પાલિકાના અધિકારીઓને પોતાની પોલ ખુલતી જોવા મળી ગઈ છે.

જયારે આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોની વાત કરવામાં આવે તો અહી પણ ગત રાતે વરસાદ પડ્યો હતો.જેમમાં ભારે પવન અને ગાજવીજ પણ થઇ હતી.હાલમાં તો છુટોછવાયો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીઓ ઉભી થઇ ગઈ છે.જયારે મહેસાણામાં પણ ગત રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો.ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા.

અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી હોય તેવું જોવા મળી રહ્યું છે.જયારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો અહી પણ વરસાદ પડ્યો હતો.અને આગમી દિવસોમાં પણ વરસાદ પડતો જોવા મળશે,એવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.જયારે અચાનક પડેલા વરસાદથી ડાંગર,તુવેર અને બાજરીના તૈયાર પાકને નુકસાન થયું હોય તેવું પણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *