ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ

Uncategorized

દેશમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે,જયારે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો અહી પણ દિવસે દિવસે હવે ચોમાસાની અસર જોવા મળી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં પ્રિમોન્સૂન એક્ટીવ થયું હોવાથી રાજ્યમાં અચનાક વરસાદની સ્થિતિ ઉભી થઇ હોવાનું જોવા મળી રહ્યું છે.જયારે કેટલાક દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી વલસાડના કેટલાક વિસ્તારોથી થઇ શકે છે.એટલે કે હવે રાજ્યમાં ચોમાસું વલસાડ અને સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે ચાલુ થઇ શકે છે.આવતીકાલે પણ હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતો જોવા મળી શકે છે.

જેમાં ખાસ કરીને વલસાડ,નવસારી,દમણ,દાદરા નગર હવેલી અને તાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.જયારે રાજ્યના કેટલાક બીજા વિસ્તારોમાં સામાન્ય અને છૂટો છવાયો વરસાદ પડતો જોવા મળી શકે છે તેવું પણ જણાવ્યું હતું.વધુમાં એવું પણ જણાવ્યું છે કે 30 જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસુ સત્તાવાર સક્રિય થતું જોવા મળશે.

જયારે હવામાન વિભાગ એવું પણ જણાવી રહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે.મુંબઈના દરિયામાં સાંજે 4 વાગ્યાની આસપાસ હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે.જયારે ગુજરાતમાં 11 થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા રહેલી છે.જેના લીધે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

હાલમાં દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી પવનનું જોર વધ્યું છે,જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વધારે રહેલી છે.જયારે આગામી પાંચ દિવસ દરિયો તોફાની પણ બનતો જોવા મળી શકે છે.માટે હાલમાં માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.કારણ કે વરસાદ સાથે હવાની ગતિ 60 કિમી સુધી પણ રહી શકે છે.

રાજ્ય ઉપરાંત ગોવા,કર્ણાટક,તેલાંગાના,આંધ્રપ્રદેશ,તામિલનાડુ અને કેરળમાં પણ 11 થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.માટે હવે આ વરસાદી માહોલ જોઇને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે જે દેશમાં અને અનેક રાજ્યોમાં જલ્દી વરસાદ પડતો જોવા મળશે.જે ખેડૂતો માટે એક સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *