ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને કરી મહત્વની આગાહી,આ વિસ્તારોમાં થશે આગામી અઠવાડીયમાં વરસાદ…

Gujarat

રાજ્યમાં ઘણા દિવસોથી વરસાદી માહોલ સાથે ઘણા વિસ્તારોમાં વરસાદ પડતો પણ જોવા મળ્યો છે.જયારે હવામાન વિભાગ એવું પણ જણાવી રહ્યું છે કે રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે.પરંતુ સત્તાવાર વરસાદ આ મહિના પછી જોવા મળી શકે છે.જયારે આજે ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે તેવું પણ જણાવ્યું છે.

પરંતુ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે હવે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદ નહીવત જોવા મળશે.એટલે કે થોડા દિવસો સુધી વાતાવરણમાં ફરી ગરમી જોવા મળી શકે છે.અને વરસાદ હાલમાં વિરામ લઇ શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ગત દિવસે મોટા શહેરોમાં તાપમાન વધતું જોવા મળ્યું હતું.

હવામાન વિભાગ અનુશાર જોવામાં આવે તો જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થઇ ગયો છે.પરંતુ આજથી રાજ્યમાં વરસાદનું જોર ઓછુ થતું જોવા મળશે.કારણ કે એવું જણાવ્યું છે કે આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ જોવા મળી નથી.પરંતુ દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં આશરે 51 તાલુકામાં વરસાદ પડતો જોવા મળ્યો હતો.જેમાં ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ જ રહ્યો હતો.જેમાં વડોદરા,મોડાસા અને મહુવામાં થોડો વધારે અવર્સાદ જોવા મળ્યો હતો.જેમાં આશરે 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જયારે અમદાવાદમાં બપોર પછી ગરમી જોવા મળી હતી.

જયારે આજે અમદાવાદ,ગાંધીનગર અને વડોદરામાં સામાન્ય વરસાદ પડી શકે તેવું પણ હવામાન વિભાગ જણાવી રહ્યું છે.જયારે બીજી બાજુ આ પડેલા વરસાદથી ખેડૂતો ઘણા ખુશ જોવા મળ્યા છે.આટલું જ નહિ પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે આ વર્ષે વાવેતરમાં પણ વધારો થયો છે.જયારે આવતા સમ્મ્યે પણ વધારે વાવેતર થઇ શકે છે,કારણ કે આ વર્ષે ચોમાસું ઘણું સારું રહી શકે છે.

એવું કહેવામાં આવે છે કે ગીર સોમનાથમાં પણ વરસાદ સારો રહ્યો હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.જેમાં ઘણા ખેડૂતોને હાલમાં લાભ મળી રહ્યો છે.જ્યારે રાવલ ડેમ યોજના હેઠળ 18 ગામોને સિંચાઇનો લાભ મળશે.ચોમસું હાલમાં થોડી વિરામ લેશે,પરંતુ વરસાદનું જોર થોડા દિવસો પછી પાછુ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *