ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદને લઈને કરી મહત્વની આગાહી……

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો નૈઋત્ય ચોમાસું જોરદાર જોવા મળ્યું હતું.આટલું જ નહિ પરંતુ ચોમાસાની શરૂઆતમાં ઘણા વિસ્તારોમાં એટલો વરસાદ પડી ગયો હતો કે પાણી ભરાઈ ગયા હતા.જયારે ધમાકેદાર વરસાદના આગમનથી ખેડૂતો પણ ઘણા ખુશ જોવા મળ્યા હતા.જયારે સારો વરસાદ પડતો જોઇને આ વર્ષે સારો વરસાદ હોવાનું પણ લોકો આશા રાખવા લાગ્યા હતા.

પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો હોય તેવું જોવા મળ્યું છે.આટલું જ નહિ પરંતુ હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે હાલમાં વરસાદની કોઈ આશા રહેલી નથી.જયારે અચનાક વરસાદ બંધ થઇ જતા રાજ્યના ઘણા મોટા શહેરોમાં ગરમી સતત વધતી જોવા મળી રહી છે.લોકો હવે વધતી ગરમીથી પરેશાન થવા લાગ્યા છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ચોમાસું સક્રિય નહીં થાય તેવી આગાહી વ્યકત કરી છે.જયારે ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે તેવું પણ જણાવ્યું હતું,પરંતુ તેની સંભાવના પણ ઘણી ઓછી રહેલી જણાવી છે.જયારે ખાનગી હવામાન એજન્સી મુજબ એવું કહેવામાં આવે છે આશરે 15મી જુલાઈ સુધી વરસાદ નહીવત રહેશે.

હાલમાં તો સમગ્ર રાજ્યમાં વાતાવરણ સુક્કું જોવા મળી રહ્યું છે,સાથે સાથે ગરમી વધતી જોવા મળી રહી છે.કારણ કે હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી.જેના કારણે વરસાદ વરસે તેવી શક્યતાઓ ઘણી ઓછી રહેલી છે.આટલું જ નહિ પરંતુ આગામી 7 દિવસ સુધી લોકોને ગરમી સહન કરવી પડશે,કારણ કે વરસાદ વરસવાની કોઈ શક્યતા રહેલી નથી.

સામાન્ય રીતે જોવામાં આવે તો વરસાદ ત્યારે વરસે છે જયારે અરબી સમુદ્રમાં કે પછી બંગાળના ઉપસાગરમાં કોઈ સિસ્ટમ સક્રિય હોય છે,પરંતુ હાલમાં આવી કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી.પરંતુ આવતા દિવસોમાં આ સિસ્ટમ વધારે સારી બનશે તો વરસાદ સારો વરસી શકે છે.એવું કહી શકાય છે કે જુલાઈના છેલ્લા બે સપ્તાહમાં સારો વરસાદ જોવા મળી શકે છે.હાલમાં તો ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *