ગુજરાતમાં હવામાન વિભાગે કરી અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર બન્યું હાઇઅલર્ટ, દ્વારકામાં દરિયો ગાંડોતૂર થાય….

Uncategorized

રાજ્યમાં હાલ ફરી ચોમાસાનું વધતું જોર જોવા મળ્યું છે.આટલું જ નહિ પરંતુ રાજ્યમાં ગત કેટલાક દિવસોથી ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડતો જોવા મળ્યો છે.તમને જણાવી દઈએ કે રાજ્યના ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદ પણ પડી રહ્યો છે.આવી સ્થિતિમાં હવામાન વિભાગ ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી હોવાનું સામે આવ્યું છે.

હવામાન વિભાગએ એવી આગાહી કરી છે કે રાજ્યમાં આવતા 2 થી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ પડતો જોવા મળી શકે છે.જયારે ખાસ કરીને હવામાન વિભાગ એવું પણ જણાવી રહ્યું છે કે આવતા ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડતો જોવા મળી શકે છે.જયારે અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતો જોવા મળશે.

અમદાવાદની વાત કરવામાં આવે તો હાલમાં અહીના વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે.જયારે હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે કચ્છના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદથી ભારે અવર્સાદ થઇ શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પહેલા વરસાદ પડ્યો ત્યારે કચ્છમાં સારો વરસાદ જોવા મળ્યો હતો,પરંતુ આવતા દિવસોમાં સામાન્ય કરતા થોડો સારો વરસાદ રહી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં તો ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે.આટલું જ નહિ પરંતુ વધારે વરસાદની સ્થિતિવાળા વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર મારફતે ચેતવણી પણ આપવામાં આવી છે.હાલમાં તો બોટાદમાં ભારે વરસાદને લઈને વહીવટી તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે.

ખાસ કરીને અહીના ગ્રામ્ય વિસ્તારો અને નદીઓની આસપાસ નીચાણવાળા વિસ્તારમાં લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે વધારે કામગીરી કરવામાં આવી રહી છે.જયારે છેલ્લા ગત બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જયારે ઘણા વિસ્તારોમાં હાલમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.જયારે આ વિસ્તારોમાં હજુ ભારે વરસાદ પડી શકે તેવું જણાવ્યું છે.

હાલમાં તો ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.કારણ કે ભારે વરસાદની સાથે 55 ઝડપે પવન ફુંકાઈ શકે છે.તમને જણાવી દઈએ કે ગત દિવસે ભારે વરસાદને લઈને દ્વારકા સહિતના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઇ હતી.જયારે અમરેલીના અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદથી નદીઓમાં પાણી ભરાયા હતા.

તમને જણાવી દઈએ કે ભારે વરસાદને લઈને ઘણી નદીઓના પાણીમાં વધારો જોવા મળ્યો છે.ખાસ કરીને હાલમાં દ્વારકાના ઘણા વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવો દ્રશ્ય જોવા મળ્યા છે,કારણ કે ભારે વરસાદને લઈને ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા છે.એવું કહેવામાં આવે છે કે એક દિવસમાં 5 ઈંચથી વધુ વરસાદ પડતાની સાથે જળબંબાકારની સ્થિતિ થઇ ગઈ છે.

જયારે હાલમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.હાલમાં તો વરસાદ મન મુકીને વરસી રહ્યો છે.જયારે છેલ્લા બે દિવસથી દેવભૂમિ દ્વારકામાં વીજળીના કડાકા વસાથે અવર્સાદ પડતો જોવા મળ્યો છે.જેમાં વીજળીના કિસ્સાઓથી લોકો હાલમાં ભયભીત પણ થઇ રહ્યા છે.જયારે આવતા સમય સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *