ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસમાં ભારે વરસાદને લઈને કરી મહત્વની આગાહી,ગુજરાતના આ વિસ્તારોમાં થઇ શકે છે ધોધમાર વરસાદ…….

Gujarat

હાલમાં ઘણા દિવસોથી વાતાવરણમાં સતત બદલાવ થતો જોવા મળી રહ્યો છે.ક્યારેક ગરમી જોવા મળી રહી છે તો ક્યારેક વરસાદી માહોલ ઉભો થઇ રહ્યો છે.આવી સ્થિતિમાં હવામાન વિભાગે પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો હવામાન વિભાગ સતત વાતાવરણ સબંધિત આગાહી કરતુ રહે છે.

તમને જણાવી દઈએ કે વાતાવરણમાં થતો બદલાવ માટે અરબી સમુદ્ર પરથી આવતા ભેજયુક્ત પવન અને લોકલ સિસ્ટમ જવાબદાર હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.જયારે આજે અમદાવાદ જેવા મોટા શહેરની વાત કરવામાં આવે તો ત્યાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી જોવા મળી રહ્યું છે.હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે.આવી સ્થિતિમાં વધારે ગરમી પડતી હોય છે.

પરંતુ ઘણા દિવસોથી ગરમીની સાથે સાથે વરસાદી માહોલ પણ ઉભો થતો જોવા મળી રહ્યો છે.જયારે બીજી બાજુ રોજ હવામાન વિભાગ વરસાદની આગાહી કરતુ જોવા મળી રહ્યું છે.આવી સ્થિતિમાં ચોમાસું ક્યારે આવશે અને વધારે વરસાદની અશુઆત ક્યારથી થશે તેવા અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે.

આવી સ્થિતિમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે હાલના સમયમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવે છે.પવન અને ભેજ સાથે બીજા પરિબળોના કારણે વરસાદને વરસવા માટેનો પુરવઠો મળી રહે છે.તેના કારણે આ વરસાદ વરસી રહ્યો છે.આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે.જેના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે.માટે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.

આવી જ રીતે ફરી એકવાર હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.જેમાં એવું જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.તે સિવાય બાકીના રાજ્યના અન્ય ભાગો તેમજ કચ્છમાં આગામી 24 કલાક સુધી વાતાવરણમાં બદલાવ જોવા મળશે.આજે ભેજનું પ્રમાણ સવારથી જોવા મળી રહ્યું છે.જેથી તાપમાનમાં પણ ઘટાડો થયો છે.

મતલબ કે આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં.પરંતુ આવતા ૩ થી 4 દિવસ સુધી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે.આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ પડશે.જેમાં આજે વલસાડ,નવસારી,દમણમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

જયારે ગત દિવસે એટલે કે 27 તરીકે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,નવસારી,દમણ અને ખાસ કરીને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે,જયારે 28 તરીકે ડાંગ,તાપી,વલસાડ,નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને અંતે 28 થી ૩૦ વચ્ચે પાછુ વાતાવરણ સામાન્ય જોવા મળશે.એટલે કે ફરી ગરમી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *