ગુજરાતમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મહત્વની આગાહી,જાણો ક્યારે થશે ધોધમાર વરસાદ.

Uncategorized

રાજ્યમાં વરસાદ ધમાકેદાર રીતે શરુ થયો હતો.આટલું જ નહિ પરંતુ સતત વરસી રહેલા વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા,પરંતુ વરસાદે છેલ્લા ઘણા દિવસોથી મોટો વિરામ લીધો હોય તેવું જોવા મળ્યું છે.જયારે વરસાદ અચનાક નહીવત રહ્યો હોવાથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે,સમગ્ર વાતાવરણમાં ફરી ઉકળાટ થતો જોવા મળ્યો છે.

તમને જણાવી દઈએ કે જ્યારથી વરસાદે અચાનક વિરામ લીધો છે ત્યારથી ખેડૂત ભાઈઓ વધારે ચિંતામાં આવી ગયા છે.કારણ કે ઘણા ખેડૂતોએ પહેલા વરસાદે વાવેતર કરી નાખ્યું હતું,પરંતુ હવે વરસાદ ન પડતો હોવાથી તે પાકને અસર થઇ શકે છે તેવી મનમાં ભીતિ ઉભી થઇ છે.માટે તે હવે વરસાદની રાહ જોઇને બેઠા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં વધારે ગરમીની અસર જોવા મળી રહી છે.જયારે ગત બે દિવસથી વાતાવરણમાં થોડો બદલાવ જોવા મળ્યો છે.આટલું જ નહિ પરંતુ પવન પણ ફૂંકાઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 8 જુલાઈ સુધીમાં સામાન્ય વરસાદના ઝાપટા પડતા જોવા મળશે.

વધુમાં એવું પણ જણાવ્યું છે કે 9 થી 12 જુલાઈ સુધીમાં વરસાદી માહોલ ઉભો થઇ શકે છે,જયારે 13થી 20 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે ગુજરાતના દરેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતો જોવા મળશે.જયારે સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પણ રહી શકે તેવી આશા વ્યક્ત કરી છે.ખાસ કરીને એવું જણાવ્યું છે કેરાજ્યના કેટલાક એવા પણ વિસ્તારો છે જ્યાં અતિશય વરસાદ રહેશે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં વરસાદી સિસ્ટમ ન હોવાથી ચોમાસું રોકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે,પરંતુ 10મી જુલાઈ પછી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર શરૂ થઇ શકે છે,જેથી ફરી એકવાર ભારે વરસાદની શક્યતાઓ વધારે જોવા મળી શકે છે.જયારે આ મહિનામાં તો સામાન્ય રીતે વરસાદ ચાલુ થઇ જશે.

પરંતુ ઓગસ્ટ મહિનામાં વધારે સારો વરસાદ પડતો જોવા મળશે.હાલમાં વરસાદ દેશના પૂર્વીય ભાગ અન્ય મધ્ય પ્રદેશ સુધી સક્રિય રહેશે અને 10મી જુલાઈ બાદ દેશના પૂર્વીયક્ષેત્રો પંચમહાલ, અરવલ્લી,સાબરકાંઠા,ઉત્તર ગુજરાત,બનાસકાંઠા,હારીજ,બેચરાજી,સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વધારે રહેલી છે.

આવી જ રીતે જો દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.આ વર્ષે વરસાદ ભલે વિરામ લીધો છે,પરંતુ વરસાદ સારો રહી સકે છે.આટલું જ નહિ પરંતુ આ વર્ષે રવિપાકોમાં ઘણો લાભ પણ થઇ શકે તેવું જણાવ્યું છે.જયારે નવેમ્બરની વાત કરવામાં આવે તો આ સમયે વાવાઝોડાઓ સાથે અવર્સદની વધારે શક્યતાઓ પણ રહેલી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુમાં એવું પણ જણાવ્યું છે કે આ વખતે ગુજરાતમાં ઠંડીની શરૂઆત ઘણી વહેલી જોવા મળશે,જયારે ખાસ કરીને સપ્ટેમ્બરના પહેલા સત્રમાં વધારે સારો વરસાદ જોવા મળશે.જયારે અમુક વિસ્તારોમાં ગરમીની પણ અસર જોવા મળી શકે છે.જયારે રાજ્યમાં થોડા દિવસમાં ફરી વરસાદનો માહોલ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *