ગુજરાતી ફિલ્મોમાં રાજ કરનાર મલ્હાર ઠાકર જીવે છે ખુબ જ વૈભવી જીવન,ખુબ જ સંઘર્ષ વાળી છે તેની કહાની…….

Boliwood Gujarat

જેવી રીતે હિન્દી ફિલ્મોનું નિર્માણ થઇ રહ્યું છે તેવી જ રીતે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતી ફિલ્મોનુ ચલણ વધારે જોવા મળી રહ્યું છે.તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ઘણા એવા કલાકરો રહેલા છે જે દેશમાં જ નહિ પરંતુ બીજા દેશમાં પણ ઘણીખરી લોકપ્રિયતા ધરાવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ગુજરાત કલાકરોનું રાજ્ય કહેવાય છે.

આપણા ગુજરાતના પ્રવર્તમાન સમયમા ઘણા એવા પણ કલાકારો છે કે જેમણે ખુબ જ ઓછા સમયમા વધારે સફળતા પ્રાપ્ત કરી છે.આવી સ્થિતિમાં આજે તમને ગુજરાતના જાણીતા કલાકાર મલ્હાર ઠાકર વિશે જણાવી રહ્યા છીએ,જેમાં તેમના ચાહકો તેમના વિષે જાણવા માંગતા હોય છે.તમને જણાવી દઈએ 2015 માં એક ફિલ્મ રીલીઝ થઇ હતી.

આ ફિલ્મનું નામ છેલ્લો દિવસ હતું,પરંતુ આ ફિલ્મની લોકપ્રિય સમગ્ર ગુજરાત ઉપ્રન્ન્ત દેશમાં પણ રહી હતી.આ ફિલ્મે દરેક ગુજરાતીને પેટ પકડી-પકડીને હસાવ્યા હતા.જેમા રહેલા કલાકરોએ પણ ઘણો અનોખો અભિનય કર્યો છે.જેમમાં અભિનેતા મલ્હાર ઠાકર પણ આ ફિલ્મમાં જોવા મળ્યો હતો.જયારે આ ફિલ્મ પછી તેમની લોકપ્રિયતા અનેકઘણી વધી હતી.

એવુ કહેવામા આવે છે કે મલ્હારએ પહેલા ગુજરાતી નાટકો કરતા હતા અને તે પછી તેણે એક અભિનેતા તરીકે પોતાની ઓળખ ઉભી કરી.જયારે આ કલાકારને બાળપણથી જ એક અભિનેતા બનવાની ઈચ્છા હતી.ખાસ કરીને શાળામા અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તે નાટક અને નૃત્ય જેવી અભિનય સાથે જોડાયેલી અનેકવિધ પ્રવૃત્તિઓમા આગળ પડતો ભાગ લેતો હતો.

મલ્હાર ઠાકર ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ખુબ જ વધારે પડતો લોકપ્રિય બન્યો હતો.આ ફિલ્મ પછી મલ્હાર ઠાકરે આજ સુધી ક્યારેય પણ પાછળ વળીને જોયુ નથી.તે દિન-પ્રતિદિન નવી-નવી સફળતાઓ હાંસલ કરી રહ્યો છે.વિકીડાનુ પાત્ર ભજવીને અને જબરજસ્ત અભિનય દ્વારા આ ગુજરાતી ફિલ્મજગતમા તેણે પોતાની એક વિશેષ છાપ બનાવી લીધી છે.

તમને જણાવી દઈએ કે આજે લોકો તેના અભિનયને જોવા માટે પાગલ થઇ જતા હોય છે.મલ્હાર ઠાકરે પાસપોર્ટ,થઈ જશે,શું થયું, શરતો લાગુ અને લવની ભવાઈ’ જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.અને લાખો લોકોના દિલો પર રાજ કરવા લાગ્યા છે.તેમની આ સફળતા પાછળ ઘણા સંઘરો પણ રહેલા છે.

એવુ કહેવામા આવે છે કે મુંબઈમા તેમણે ઘણા ખરાબ સંઘર્ષ કર્યા છે.ઘણા લોકોને ખબર હશે કે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ મલ્હાર આશરે 2013 માં એક એપિસોડમાં જોવા મળ્યા છે.જયારે આજે તેમની પાસે ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે.આજે મલ્હાર વૈભવી જીવન જીવી રહ્યો છે.

આજે ગુજરાતી ફિલ્મ જગતના સૌથી સફળ અને લોકપ્રિય અભિનેતા તરીકે મલ્હાર ઠાકરની ઓળખાય ઘણી અલગ રહી છે.મલ્હાર ઠાકરનો જન્મ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થયો હતો.જયારે પરિવાર અમદાવાદ આવીને વસ્યો અને તેનો ઉછેર પણ અમદાવાદમાં થયો.હંમેશા હકારાત્મક વલણ ધરાવી તેના જીવનમાં પણ તેને ઉત્સાહ ભર્યો અને બીજા લોકોને પણ ઉત્સાહથી જીવતા તેને શીખવ્યું.

મલ્હાર પાસે આજે દરેક સુખ સુવિધાઓ છે.પોતાન ઇએક નવી ઓળખ બનાવી ચુક્યો છે.આ દરેક પાછળ તેની સખત મહેનત છુપાયેલી છે.આજે અભિનયમાં મલ્હાર ઠાકર ગુજરાતનું એક મોટું નામ છે.ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધા બાદ પોતાના અભિનયના શોખને પૂર્ણ કરવા માટે તે મુંબઈ ગયો હતો.

પહેલા મુંબઈમાં ગયો ત્યારે તે થિયેટર સાથે જોડાયો હતો.જેમાં તે નાટકોમાં કામ કરવા લાગ્યો હતો.પરંતુ તે સમયમાં મુંબઈમાં રહેવું ઘણું મુશ્કેલ હતું.ઘણા કામ માટે તેમની રખડવું પડ્યું હતું.પરંતુ સારી ઓળખ તેમની ફિલ્મ છેલ્લો દિવસથી જ થઇ હતી.આ ફિલ્મમાં મલ્હાર દ્વારા ભજવવામાં આવેલું વિકીડાનું પાત્ર લોકોએવ ઘણું પસંદ કર્યું હતું.

છેલ્લો દિવસ ફિલ્મ બાદ તો મલ્હારે ફિલ્મોની લાઈનો લગાવી દીધી.જેમાં અનેક સફળતા પ્રાપ્ત કરી લીધી.આજે એક મોટા સ્ટાર્સ કરતા પણ સારું જીવન પસાર કરી રહ્યો કે.ફિલ્મમાં મલ્હારનો બદલાતો લુક અને તેની એક્ટિંગના લોકો દિવસે દિવસે વધારે દીવાના બનતા ગયા.તમને જણાવી દઈએ કે મલ્હાર એક સારો અભિનેતા ઉપરાંત એક સારો કવિ પણ છે.તે પોતાના ફ્રી સમયે કવિતાઓ લખે છે.

તમને જણાવી દઈએ કે મલ્હાર સોશિયલ મીડિયા પર ઘણો એક્ટીવ પણ જોવા મળતો હોય છે.મલ્હાર ઇન્સ્ટાગ્રામ પર હમેશા કોઈને કોઈ નવીનતમ પોસ્ટો કરતો રહે છે,જયારે તેમના ચાહકો પણ તેમને ઘણો પ્રેમ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે મલ્હાર ઠાકરનું નામ ભલે આજે મોટું લાગી રહ્યું છે,પરંતુ તે આજે પણ સરળતા ધરાવે છે.તે આજે પણ રસ્તા પર કોફી પીવામાં કોઈ શરમ રાખતો નથી.આ અભિનેતા આજે ગુજરાતનું ગૌરવ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *