પ્રેમીને સરકારી નોકરી મળતા જ લગ્ન કરવાથી કર્યો ઈનકાર, પ્રેમિકા પહોંચી પ્રેમીના ઘરે અને પછી…?

Uncategorized

કહેવાય છે કે, પ્રેમમાં માણસ આંધળો બની જાય છે, પ્રેમને પામવા માણસ કોઈપણ હદ સુધી જઈ શકે છે. અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઉત્તરપ્રદેશમાં.

આજમગઢ જિલ્લામાં આવેલા સેમરાહા ગામમાં પ્રેમ કહાનીનો અલગ જ કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમિકાએ પોતાના પ્રેમી પર આરોપ લગાવ્યો છે કે, પ્રેમ લગ્નની લાલચ આપી પ્રેમીએ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા, પરંતુ સરકારી નોકરી મળતાની સાથે જ લગ્ન કરવાની ના પાડી દીધી. જેના કારણે પ્રેમિકા પ્રેમીના ઘરની બહાર ધરણા પર બેસી ગઈ હતી. અને ઝેર ખાઈ આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગી હતી.

ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ધરણા પર બેઠેલી પ્રેમિકાને પોલીસ સ્ટેશનને લઈ ગઈ. પરંતુ જ્યારે પોલીસે પ્રેમિકાની આપવીતી સાંભળી તો બે ઘડી પોલીસ પણ વિચારતી રહી ગઈ.

અજબ પ્રેમની ગજબ કહાણી !

આ સમગ્ર પ્રેમ કહાણી પર નજર કરવામાં આવે તો ખુબજ ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પ્રેમિકા અને આરોપી પ્રેમી બંને સરાય બજારમાં આવેલી ખાનગી શાળામાં શિક્ષક અને શિક્ષિકા હતા.

શાળામાં જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. દિવસને દિવસે પ્રેમ વધુ ગાઢ બનતો ગયો. પ્રેમીએ લગ્નની લાલચ આપી પ્રેમિકા સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા. અને અચાનક જ પાંચ મહિના પહેલા પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી. અંતે મામલો પંચાયત સુધી પહોંચ્યો હતો અને પંચાયતમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, નવરાત્રીના પહેલા નોરતે બંને લગ્ન કરી લે, અને તે નિર્યણને લઈને નોટરી પણ કરવામાં આવી હતી.

16 ઓક્ટોબરના રોજ પ્રેમીને સરકારી નોકરી મળી ગઈ તો પ્રેમી શિક્ષકે લગ્ન કરવાની ના પાડી દીધી. પરંતુ હોબાળો ત્યારે મચ્યો જ્યારે પ્રેમિકા પ્રેમીના ઘરે પહોંચી ગઈ, અને લગ્ન કરવાની જિદ્દ કરવા લાગી.પ્રેમીના પરિવારજનો જ્યારે યુવતીને ઘરની બહાર કાઢવા લાગ્યા તો ઝેર પી જવાની ધમકી આપી પ્રેમિકા ધરણા પર બેસી ગઈ.

હાલ તો પોલીસે પ્રેમિકાની ફરિયાદ લઈ પ્રેમી પર દુષ્કર્મ અને શારીરિક શોષણનો કેસ નોંધી તપાસ આગળ વધારી છે. પરંતુ પોલીસે જ્યારે પ્રેમિકાની તપાસ કરી તો તેની પાસેથી ઝેર અને એક નાની છરી મળી આવી હતી. હાલ તો પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *