ગુજરાત માટે આગામી 24 કલાક વધુ ઝોખમી,હવામાન વિભાગે ગુજરાતના આ વિસ્તારોમાં કરી મોટી આગાહી………

Gujarat

છેલ્લા બે દિવસથી ‘તાઉ તે’નામનું ભયાનક વાવાઝોડું ઉભું થયું છે જે હવે આજે ગુજરાતમાં આવી ગયું છે,આટલું જ નહિ પરંતુ ગુજરાતમાં આવતાની સાથે અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પણ નોંધાઈ ગયેલો જોવા મળ્યો છે.આવી જ રીતે જો ગુજરાતના સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગત્ત રાતે આ વાવાઝોડાએ ઘણો વિનાશ શર્જ્યો છે.આટલું જ નહિ પરંતુ કેટલાક કાચા મકાનો પણ જમીનદોસ્ત થઇ ગયા છે.

‘તાઉ તે’નામનું ભયાનક વાવાઝોડું હવે સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જીને હવે તે અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે જયારે એવું પણ કહી શકાય છે તેની અસર હવે અમદાવાદમાં જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ અતિભારે પવનથી કેટલાક ઝાડ ધરાશાયી થયા હોય તેવું પણ સામે આવ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ વાવાઝોડું હવે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આજે સવારથી અમદાવાદમાં ભારે પવનો સાથે વરસાદ પડતી જોવા મળ્યો છે.મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે વાવાઝોડું દીવના વિસ્તારોમાં વિનાશ કરીને તે હવે ઉના થઈને ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે.જયારે તાઉ તે’વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું તે પહેલા તેની કેટલીક સેટેલાઇટમાં ઇમેજ બહાર આવી હતી.

બહાર આવેલી ઈમેજથી એવું જાણવા મળ્યું છે કે આ વાવાઝોડાની 35 કિ.મી.નો ઘેરાવો ધરાવી રહ્યો છે.‘તાઉ તે’ વાવાઝોડાની સેટેલાઇટ ઇમેજમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ગુજરાત તરફ આગળ વધતુ વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે ત્યારે આ 35 કિ.મી.ના ઘેરાવમાં અનેક નુકશાન કરી શકે છે.જેમાં આશરે ગીર સોમનાથ,અમરેલી,પોરબંદર,જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાંઓ તેમાં સંકળાઈ શકે છે.

તમને જણાવી દઈએ કે વાવાઝોડાની અસરથી વલસાડથી લઇને વેરાવળ અને જામનગરના દરિયામાં કરન્ટ પણ જોવા મળી રહ્યો છે.જયારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે.હાલમાં આ ભારે વાવાઝોડું ગુજરાતમાં આવી ગયું છે જેથી રાજ્ય સરકારે પણ રાજ્યના તમામ નાગરિકોને જણાવ્યું છે કે જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવું નહિ.

હાલમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકતા કેટલાક વિસ્તારોમાં સાવચેતીના પગલાં તરીકે પાવર કટ કરવામાં આવ્યો છે.જયારે કેટલાક વિસ્તારોમાં થાંભલા પડી ગયા છે.વૃક્ષો તૂટીને રસ્તા પર પડી ગયા છે.જયારે દરિયાના મોજા આશરે 6 મીટર સુધી ઉંચા ઉછળતા જોવા મળ્યા છે.સૌથી વધુ પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો અમરેલી,ખાંભા,અમરેલી,જાફરાબાદ,મહુવા રહી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ ભયાનક વાવાઝોડું હજી આગળ ગુજરાતમાં વધશે.જયારે આજ સાંજ સુધીમાં ચક્રવાત રાજ્યમાંથી બહાર જતું જોવા મળી શકે છે.પરંતુ તેની અસર આવતીકાલ સાંજ સુધી પમ જોવા મળી શકે છે.માટે દરેકને સાવધાની રાખવી ખુબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *