ગુજરાત માટે વાવાઝોડું બન્યું વધુ ઝોખમી,ગુજરાતના આ વિસ્તારોમાં સૌથી વધુ રહેશે વાવાઝોડાનું સંકટ,165 કિમીની ઝડપે ફૂંકાશે પવન……

Gujarat

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ થયો છે.તમને જણાવી દઈએ કે વાતાવરણમાં જે બદલાવ જોવા મળી રહ્યો છે તેનું કારણ તાઉ તે નામનું વાવાઝોડુ છે.હવામાન વિભાગ મુજબ એવું કહેવાય છે કે આ વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્ય પર મંડરાઈ રહ્યો છે.તે સમય સમયે વધતો હોય તેવો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે હાલમાં હવામાન વિભાગે પણ ખતરાની આગાહી કરી છે.એવું કહેવામાં આવે છે કે ઉભું થયેલું ભયાનક વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાંથી મુંબઈ પહોંચેલું વાવાઝોડું હવે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે.તમને જણાવી દઈએ કે આજે સાંજે સુધીમાં વેરાવળ,પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચે જોરદાર રીતે ટકરાઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે વધુમાં એવું પણ જણાવ્યું છે કે ‘તાઉ તે’ વાવાઝોડાના કારણે 165 કિમીની ઝડપે પવન ફુંકાશે.જયારે આ વાવાઝોડાનો વ્યાપ 35 કિમી જેટલો વધ્યો હોય તેવું પણ કહ્યું છે.જે હાલ 16 થી 20 કિમીની ઝડપે ગુજરાતમાં આવી રહ્યું છે.અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું ‘તાઉ તે’ વાવાઝોડાના કેન્દ્રનો ઘેરાવો 30 થી 35 કિ.મીનો છે.

જમીન સાથે વાવાઝોડું ટકરાતી વખતે પવનની ગતિ ધીમી થવાનો અંદાજ છે,જયારે તે અતિભીષણ’માંથી ભીષણમાં પણ ફેરવાઈ શકે છે.તમને જણાવી દઈએ કે તાઉ તે’ વાવાઝોડાના કારણે માંગરોળ ઉપર અતિ ભયજનક સિગ્નલ 10 નંબરનું લગાવવામાં આવ્યું છે અને બંદર ઉપર રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભયાનક વાવાઝોડું હોવાથી અને બંદર પરથી વાવાઝોડું પસાર થવાનું હોવાથી કે કિનારો ખાલી કરવા માટે જણાવ્યું છે.તમને જણાવી દઈએ કે છેલ્લા 30 થી 40 વર્ષ બાદ માંગરોળ બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ જોવા મળ્યું છે.‘તાઉ-તે’ વાવાઝોડાને પગલે 17 મીએ સૌરાષ્ટ્ર,કચ્છ,દીવ અને ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આ ઉપરાંત 17 અને 18 મે એ અમદાવાદ,પોરબંદર,ગીર-સોમનાથ,ભરૂચ,આણંદ,બોટાદ, સુરેન્દ્રનગર,દ્વારકા,જામનગર,રાજકોટ,વલસાડ,નવસારીમાં તેજ પવન સાથે વરસાદ પણ પડી શકે છે.આવી સ્થિતિમાં કુલ 17 જિલ્લામાં 15 હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા છે. રવિવારે રાત સુધીમાં દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.

બચાવકાર્ય માટે NDRFની 44 ટીમને જવાબદારી સોંપાઈ છે,જ્યારે SDRFની પણ છ ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે.આવી જ રીતે રાજ્ય સરકારે તૈયારીઓ તો કરી લીધી છે,પરંતુ હવે આ વાવાઝોડું કેવું નુકશાન કરી શકે છે તે કહેવું ઘણું મુશ્કેલ છે.હાલમાં દરેકને સલામત રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *