ઘરમાં આ જગ્યાએ કાચબો રાખવો ખુબ જ માનવામાં આવે છે શુભ , આવું કરવાથી થાય છે ધનનો વરસાદ

Astrology

જે લોકો વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ કરે છે,તે લોકો જાણતા હશે કે કાચબાનુ શું મહત્વ છે કાચબા લાંબા જીવન સાથે સંકળાયેલા છે અને તેનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ છે.એવું કહેવામાં આવે છે કે કાચબાની ની મૂર્તિ ઘરમા લાવવી તે શુભ માનવામાં આવે છે,પરંતુ તે ઘણી વખત જોવા મળ્યું હશે કે લોકો કાચબાની મૂર્તિ લાવે છે.

અને તેને એ રીતે મુકે છે કે તે પણ જાણતા નથી કે કાચબાની મૂર્તિ સ્થાપિત થયા પછી ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે,નહીતર કાચબાની મૂર્તિ ફળદાયી થવાને બદલે ખરાબ છાપ પાડશે .આજે અમે તમને સાચી રીત જણાવવા જઈ રહ્યા છીએ,કે કાચબાની મૂર્તિને ઘરે અથવા ઓફિસમાં મૂકતી વખતે ધ્યાનમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જોઇઅ.

ઘરમાં કાચબાની મૂર્તિ મૂકતી વખતે વાસ્તુનું ધ્યાન રાખવું

તમારી પાસે ધાતુનો બનેલો કાચબો હોય,તો તેને હંમેશાં ઉત્તર અથવા દક્ષિણ દિશામાં રાખો.જો તમારી પાસે માટીથી બનેલો કાચબો છે,તો પછી તમે તેને પૂર્વ દિશામાં અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખી શકો છો,તો તમને પુરેપુરુ ફળ મળશે.લાકડા ની બનેલી કાચબાની મૂર્તિને પૂર્વ દિશા અથવા પૂર્વ-દક્ષિણ દિશામાં રાખવી જોઈએ.

જો તમને ઘરમાં શાંતિ અને સુખ જોઈએ છે,તો તમારે કાચબાની કોઈપણ મૂર્તિ ને ઘરના બેડરૂમમાં રાખવી જોઈએ.અમે તમને જે કહ્યું છે તે તમામ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કહ્યું છે કે જ્યારે પણ તમે કાચબાની મૂર્તિ ઘરમાં લાવો ત્યારે તેને સાચી દિશામાં રાખો જેથી તમને સારા પરિણામ પ્રાપ્ત થઇ શકે અને ખરાબ પ્રભાવથી દૂર રહી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *