ઘરમાં રહેલી નકારાત્મક શક્તિને દુર કરવા માટે ઘરે કરો આ ઉપાય,માતા લક્ષ્મીની કૃપાથી ચમકી જશે ભાગ્ય……..

Astrology

મીઠું એક એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં જોવા મળતી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ખોરાકમાં મીઠું ખૂબ મહત્વનું ભાગ ભજવે છે.જો ખોરાકમાં મીઠું ન હોય તો તેનો કોઈ સ્વાદ આવતો નથી.માટે દરેક વ્યક્તિ રોજીંદા જીવનમાં તેનો ચોક્કસ ઉપયોગ કરે છે.તમને જણાવી દઈએ કે મીઠું ખાલી રસોઈનો સ્વાદ જ નથી વધારતો પણ આપણા ઘરની ખરાબ શક્તિઓને પણ દૂર કરે છે.

એવું કહેવામાં આવે છે કે મીઠું ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં ઘણી મદદ કરે છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ મીઠામાં દુષ્ટ શક્તિઓને કાબૂમાં રાખવાની શક્તિ રહેલી છે.જો મીઠાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવી રાખે છે.આટલું જ નહિ પરંતુ તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવામાં પણ મદદ કરે છે.

આવી સ્થિતિમાં આજે તમને વાસ્તુ અનુસાર કેટલાક મીઠાના ઉપયોગ જણાવવા જી રહ્યા છીએ.જે તમને અનેક લાભ આપી શકે છે.આટલું જ નહિ પરંતુ આનાથી જીવનમાં આવતી ઘણી સમસ્યાઓ હમેશા માટે દૂર પણ થઇ શકે છે.અને ઘરમાં હમેશા શાંતિ જોવા મળી શકે છે.તો જાણો મીઠાના આ ઉપાયો…

– એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં પતિ-પત્ની અનેક નાની બાબતો પર ઝગડો કરે છે તો આવી સ્થિતિમાં તમારે બેડરૂમમાં આખા મીઠાના નાના ટુકડા રાખવા જોઈએ.તમને જણાવી દઈએ કે મીઠું ઘરની નકારાત્મક ઊર્જાને શોષી લે છે.આ ઉપાયથી ઘરમાં વધુ સારું વાતાવરણ ઊભું થાય છે. પતિ-પત્નીના સંબંધોમાં રહેલી કડવાશ હમેશા માટે દૂર થવા લાગે છે.આટલું જ નહિ પરંતુ તેમના વચ્ચે પ્રેમ પણ વધે છે.

– જો તમને તમારું મન વધારે ઉદાસીન થઇ જતું હોય તેવું લાગતું હોય અથવા તમને વધારે કંટાળો આવતો હોય તેવી અનુભૂતિ થઇ રહી છે તો તમને મીઠું ઘણું ઉપયોગી થઇ શકે છે.આ માટે તમારે મીઠાને નાહવાના પાણીમાં નાખીને સ્નાન કરવામાં આવે તો એક તાજગીનો અનુભવ થશે.એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી મનમાં રહેલી બધી નકારાત્મકતા દૂર થાય છે.

– તમને જણાવી દઈએ કે મીઠાનો વધારે ઉપયોગ વાસ્તુ ખામીના નિવારણ માટે પણ થાય છે.આ માટે તમારે કાચની વાટકીમાં ખારું મીઠું રાખવું.આ પાછી તેને ઘરના બાથરૂમમાં રાખો.આવું કરવાથી ઘરમાં રહેર્લી મોટાભાગની નકારાત્મક ઊર્જા દૂર થવા લાગે છે.પરંતુ ધ્યાનમાં રહે કે આ મીઠું આશરે 15 દિવસ પછી બદલતું રહેવું ખુબ જરૂરી છે.

– એવું કહેવામાં આવે છે જે લોકો શારીરિક,માનસિક અને બિન-રેખીય સમસ્યાઓથી વધારે પરેશાન રહે છે તેમના માટે આ ઉપાય ખુબ જ લાભકારક માનવામાં આવે છે.આ માટે તમારે ગુરુવાર સિવાય જયારે ઘરમાં પોતું મારો છો ત્યારે પાણીમાં થોડું આખું મીઠું ભેળવવું જોઈએ.આ ઉપાયથી પણ ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.આટલું જ નહિ પરંતુ ઘરની ગરીબી દૂર થાય છે અને પૈસાની આવકમાં વધારો થવા લાગે છે.

– તમને જણાવી દઈએ કે ઘરના કોઈ સભ્ય અથવા બાળકોને વધારે નજર લાગી રહી છે તો આવી સ્થિતિમાં એક ચપટી મીઠું અને થોડું સરસવ લેવું.આ પછી તેને માથાની ઉપરથી સાત વાર ફેરવો અને તેને પાણીમાં નાખો.આ ઉપાયથી ખરાબ નજરની અસર ઓછી થવા લાગે છે.આ ઉપરાંત પાણીમાં એક ચપટી મીઠું નાખીને અઠવાડિયામાં એક દિવસ બાળકોને આનાથી સ્નાન કરાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *