ઘર બેઠા તુલસીની ખેતી કરીને 3 મહીને કમાય છે 3 લાખ રૂપિયા,ફક્ત આટલા હજાર રૂપિયમાં થઇ જાય છે ખેતી……….

Uncategorized

હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારી વધારે ગંભીર થતી જોવા મળી રહી છે.ચારેબાજુ કોરોના સાથે સંકળાયેલા સમાચાર જ જોવા મળે છે.આવી સ્થિતિમાં લોકો હવે પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે આયુર્વેદિક અને કુદરતી દવાઓનો ઉપયોગ વધારો કરવા લાગ્યા છે.જયારે એવું પણ કહી શકાય છે કે હવે દિવસે દિવસે આયુર્વેદિક દવાઓના વ્યવસાયમાં અચાનક વધારો થવા લાગ્યો છે.

તમને જણાવી દઈએ કે આ આયુર્વેદિક દવાઓ બનાવવામાં ખાસ કરીને તુલસી જેવા ઔષધીય છોડનો વધારે ઉપયોગ થાય છે.જયારે દેશમાં ચાલતા કોરોના જેવી બીમારી સામે તુલસીની માંગમાં મોટો વધારો થવા લાગ્યો છે.આવી જ રીતે તમે પણ તુલસીની ખેતી કરીને વધારે કમાણી કરી શકો છો.જે લોકો ખેતી સાથે જોડાયેલા તેમના માટે એક આ સારી ખેતી સાબિત થઇ શકે છે.

એવું કહેવામાં આવે છે કે અમુક પ્રકારની ખેતી કરવા માટે પૈસાનું વધારે રોકાણ પણ કરવું પડતું હોય છે,જેથી દરેક ખેડૂત આવી ખેતી કરી શકતો નથી,પરંતુ તમને જણાવી દઈએ કે તુલસીની ખેતી કરવામાં વધારે નાણાંનું રોકાણ પણ નહિ કરવું પડે.સામાન્ય રીતે જોવામાં આવે તો 15 હજાર રૂપિયાનો ખર્ચ કરીને તુલસીની ખેતી કરી શકાય છે.

જયારે તુલસી આશરે ત્રણ મહિના માં તૈયાર પણ થઇ જાય છે.જેમાંથી તમે આશરે ત્રણ લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.તુલસીની ખેતીમાં પણ લાંબા વ્યાપક વાવેતરની જરૂર નથી.તમે કરાર ખેતી દ્વારા પણ તમારા વ્યવસાયની શરૂઆત કરી શકો છો.બજારમાં ડાબર,વૈદ્યનાથ,પતંજલિ વગેરે જેવી ઘણી આયુર્વેદિક કંપનીઓ છે જે કરાર પર તુલસીની ખેતી કરે છે.

આ કંપનીઓ પણ તુલસીનું વેચાણ કરીને સારી રકમ મેળવી શકે છે.આ કોરોના સમયગાળામાં તુલસીના વાવેતરના વ્યવસાયને મોટો ફાયદો થઈ શકે છે.આ રોગચાળાના યુગમાં ઘણા લોકોએ નોકરી ગુમાવી છે અને ઘણા લોકો ધંધો ગુમાવી ચૂક્યા છે.આવી સ્થિતિમાં તુલસીની ખેતી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જો તમે પણ એક વ્યવસાયી ખેડૂત છો તો તમે આનું વાવતેર કરી શકો છો.આ માટે કોઈ વિશેષ અનુભવની પણ જરૂર નથી.જો તુલસીની ખેતી માટે જમીન ન હોય તો તે ઘણાં વાસણોમાં પણ વાવેતર કરી શકાય છે.તમારે ફક્ત વાવણી માટે તુલસીના બીજની વ્યવસ્થા કરવી પડશે.આ પછી ત્રણ મહિનાની પ્રતીક્ષા અને આશરે 3 લાખ રૂપિયાની આવક થઈ શકે છે.

આ ઉપરાંત ઘરની આજુબાજુ વધારે પડતર જમીનમાં પણ મહિલાઓ આ ખેતી કરી શકે છે.તેમાં કોઈ વધારે મહેનત પણ કરવાની રહેશે નહિ.તુલસી અનેક ઔષધીય ગુણધર્મો ધરાવે છે.જે કોરોના સમયગાળામાં ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે.જયારે તમે પણ ઘરે આનું સેવન કરી શકો છો,જેમ કે તેની ચા પણ બનાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *