ઘાતક ફિલ્મના આ શક્તિશાળી વિલનની પત્ની ખૂબ જ સુંદર છે, જોઈને આંખો પર વિશ્વાસ નહીં થાય…

Uncategorized

એક એવો સમય હતો જયારે બોલિવૂડ ફિલ્મોમાં ખાસ કરીને હીરોની ભૂમિકાની સાથે સાથે વિલનની ભૂમિકા ખુબ જ મહત્વ ધરાવતી હતી.આટલું જ નહિ પરંતુ એક સમયે એવા પણ વિલનો હતા જે પોતાના જોરદાર અભિનયથી લોકોના મનમાં ડર ઉભો કરતા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો વિલન વગરની ફિલ્મ વધારે સફળતા પણ પ્રાપ્ત કરતી ન હતી.

પરંતુ આજના સમયમાં હવે આવા વિલનોરહ્યા નથી.એટલે કે તેમના જેવી ભૂમિકા આજના સમયમાં ઘણી ઓછી જોવા મળે છે.બોલિવૂડની ફિલ્મોમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓની ભૂમિકા સૌથી મહત્વની તો રહેતી હતી પરંતુ વિલન વિના ફિલ્મ અધૂરી માનવામાં આવતી હતી.જયારે હાલમાં આવું જોવા મળતું નથી.

બોલિવૂડમાં એકથી વધુ ખતરનાક અને ભયાનક વિલન રહી ચુક્યા છે.જેમની ફિલ્મો આજે પણ લોકો જોવાનું ભૂલતા નથી.આવી સ્થિતિમાં આજે તમને બોલિવૂડના આવા જ એક વિલન વિશે જણાવી રહ્યા છીએ,જે ખરેખર ફિલ્મોમાં એક વિલન કરતા પણ વધારે ભય ઉભો કરતો હતો.અને આ અભિનેતા ડેની ડેન્ઝોંગ્પા હતો.

તમને જણાવી દઈએ કે ડેની ડાંગજોંગપા હિન્દી ફિલ્મોમાં જાણીતા અભિનેતા રહ્યા છે,પરંતુ તે હમેશા વિલનની ભૂમિકામાં વધારે જોવા મળ્યા છે.એવું કહેવામાં આવે છે કે ડેનીનો જન્મ સિક્કિમમાં બૌદ્ધ પરિવારમાં થયો હતો અને તેણે પ્રારંભિક શિક્ષણ પણ સિક્કિમથી પૂર્ણ કર્યું હતું.ડેનીએ હિન્દી ફિલ્મો ઉપરાંત નેપાળી,તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ડેની ડેન્ઝોંગ્પા હિન્દી સિનેમાના મહાન વિલન તરીકે પોતાની એક અલગ ઓળખ ધરાવતા થઇ ગયા હતા.એવું કહેવામાં આવે છે કે જયારે પણ તે ફિલ્મોમાં જોવા મળે ત્યારે લોકોના હૃદયમાં ગભરાટ ઉભો થવા લાગતો હતો.તમને જણાવી દઈએ કે ડેનીએ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ઝૂરાતથી કરી હતી.જયારે આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકામાં જોવા મળ્યા ન હતા.

પરંતુ વર્ષ 1973 માં તેમણે બીઆર ચોપરાની ફિલ્મ ‘ધુંડ’માં પહેલીવાર વિલનનું પાત્ર ભજવ્યું હતું,અને આજ પાત્ર લોકોએ પણ ખુબ જ પસંદ પણ કર્યું હતું.બસ તે પછી તો ફિલ્મોના વિલન બની ગયા હતા.ખાસ કરીને રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત 1996 માં બનેલી ફિલ્મ ઘાતકમાં ડેનીનું અભિનય એટલું અદભૂત જોવા મળ્યું હતુ કે લોકો તેમને તેમના વાસ્તવિક નામથી નહીં પણ કટિયા તરીકે ઓળખતા.

એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ આશરે 4 કરોડના બજેટમાં બની હતી,પરંતુ તેની સફળતા 40 કરોડની પાર થઈને રહી હતી.આ પછી તેમની ઘણી ફિલ્મોમાં તેમની ભૂમિકા જોવા મળી છે.એવું પણ કહેવામાં આવે છે કે શોલે ફિલ્મમાં ગબ્બરની ભૂમિકા માટે ડેનીની પહેલી પસંદગી કરવામાં આવી હતી.પરંતુ તારીખો ન મળવાના કારણે તે આ ઓફર સ્વીકારી શકયા ન હતા.

ફિલ્મોમાં જોડાતા પહેલા ડેની ભારતીય સૈન્યમાં જોડાવાના હતા પરંતુ તેની માતાની અસંમતિને કારણે તેણે ફિલ્મ જગતમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો.ડેની ડેંઝોંગ્પાએ 40 વર્ષ લાંબી અભિનય કારકીર્દિમાં 200 થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને ફિલ્મફેર એવોર્ડ અને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદમ શ્રીથી પણ નવાજવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડના આ મહાન અભિનેતાને પડદા પર વિલનની ભૂમિકા ભલે મળી હોય,પરંતુ અંગત જીવનમાં તેમને ખૂબ જ સુંદર અને સમજદાર પત્ની પણ મળી છે.તેમની પત્ની આજે આટલી વધારે ઉમરે પણ વધારે હોટ જોવા મળી રહી છે.ડેની ડેન્ઝોંગ્પાએ વર્ષ 1990 માં સિક્કિમની પૂર્વ રાજકુમારી ગાવા સાથે લગ્ન કર્યા હતા.જયારે તે બાળકોનો પિતા પણ છે,જેમાં એક પુત્ર અને એક પુત્રી છે.

ડેનીના પુત્રનું નામ રિંજિંગ ડેનઝોંગ્પા અને પુત્રીનું નામ પેમા ડેનઝોંગ્પા છે.જયારે તેમની પુત્રીની વાત કરવામાં આવે તો તે આજે રિંજિંગ પણ તેના પિતાની જેમ મોટા પડદા પર આવવા માંગે છે.જયારે તેની સુંદરતા પણ ઘણી વધારે રહી છે.તે દેખાવમાં એક અભિનેત્રી કરતા પણ વધારે સુંદર છે.જયારે તેમનો પુત્ર રિનઝિંગ ડેનઝોંગ્પા બોલિવૂડ અભિનેતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *