ચહેરાની સુંદરતાથી લઈને શરીરની આ બીમારીઓને દુર કરે છે પપૈયું,જાણો કેવી રીતે કરશો સેવન…….

Health

આજના સમયમાં દરેક વ્યક્તિ ખાવાપીવા પર વધારે ધ્યાન આપતો નથી.આવી સ્થિતિમાં શરીરમાં ઘણા રોગો ઉભા થતા હોય છે.જયારે શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી ત્યારે શરીરના ઘણા ભાગોમાં કેટલાક બદલાવ જોવા મળે છે.આવી સ્થિતિમાં જો ચહેરાની સુંદરતાની વાત કરવામાં આવે તો દરેક યુવક અને યુવતી હમેશા બીજા કરતા વધારે સુંદરતા પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા હોય છે.

આજના સમયમાં ઘણા યુવાનો અને યુવતીઓ પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે કેટલાક ખર્ચાળ વસ્તુઓનો ઉપયોગ પણ કરતા હોય છે,પરંતુ તેનો વધારે લાભ જોવા મળતો નથી.અને દિવસે દિવસે ત્વચાની ચમક ઓછી થતી હોય તેવું જોવા મળતું હોય છે.ઘણીવાર આંખના નીચે કાળા દાગ પડેલા પણ જોવા મળતા હોય છે.જે ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે.

આવી સ્થિતિમાં ઘણા લોકો કેટલાક લોકો ઘરેલું ઉપાયો પણ કરવા લગતા હોય છે.આજે તમને ચહેરાની સુંદરતામાં વધારો કરવા પપૈયાના ઉપાય જણાવી રહ્યા છીએ,જે આશરે ચહેરાને 15 મિનિટમાં સુંદર બનાવી શકે છે.એવું કહેવામાં આવે છે કે ચહેરા પર જો પપૈયાને યોગ્ય રીતે લગાવવામાં આવે તો ત્વચા સંપૂર્ણ રીતે જુવાન અને ગ્લો થઈ જાય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઉનાળાની ગરમીમાં ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓ વધે છે.કારણ કે સૂર્યના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ત્વચા સંપૂર્ણ રીતે કાળી પડવા લાગે છે.કેટલીકવાર તે સુષ્ક પણ બની જતી હોય છે.પરંતુ આ સમસ્યાઓ હમેશા દૂર કરવા તમે તમારા ચહેરા પર પપૈયા આઇસ ક્યુબ પણ લગાવી શકો છો.આવું કરવાથી શ્યામ રંગની ત્વચામાં ચમક આવે છે.આજે તમને ઘરે પપૈયા આઇસ ક્યુબ કેવી બનાવી શકાય અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.તે જણાવી રહ્યા છીએ…

આ રીતે પપૈયા આઇસ ક્યુબ્સ બનાવો –

તમારે પહેલા તો પપૈયાનો એક ટુકડો લેવો તેને સારી રીતે પીસી લેવો.આ પછી તેમાં 3 ચમચી ગુલાબજળ,2 ચમચી મધ અને 2 ચપટી હળદર નાખવું.બરફની ટ્રેમાં તૈયાર પેસ્ટ ભરો અને તેને જામવા માટે રેફ્રિજરેટરમાં મુકો.જ્યારે પપૈયાના બરફના સમઘન સ્થિર થાય છે,ત્યારે તેને બહાર કાઢો .આ પછી તે આઇસ ક્યુબને કોટન રૂમાલમાં મુકો અને તેને ચહેરા પર લગાવો.એવું કહેવામાં આવે છે કે આનાથી ચહેરાની માલિશ કરવામાં આવે તો ત્વચામાં એક નવી ચમક ઉભી થાય છે.

પરંતુ તમારે તમારી ત્વચા પર પપૈયા આઇસ ક્યુબ્સ સાથે નિયમિત રૂપે ફેશ્યલ કરવું જોઈએ. તમારા ચહેરા પર સોનેરી ઝગમગાટ થવા લાગશે.તે જ સમયે આઇસ ક્યુબ્સને બદલો.આ ઉપરાંત તમે પપૈયા ફેસ પેક પણ લગાવી શકો છો.તેનો ફેસ પેક પણ સરળતાથી બનાવવામાં આવે છે.

પપૈયાનો ફેસ પેક –

ત્વચા થશે યુવાન –

તમારે પપૈયાને કાપવું અને તેને પીસી લેવું.આ પછી તેમાં 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી ચંદન પાવડર નાખો.હવે તેમાં મિક્સ કરો અને ત્યારબાદ તેમાં 1/2 ચમચી એલોવેરા જેલ અને 1/2 મધ અને ગુલાબજળ ઉમેરો.આ તૈયાર પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને તેને 25 મિનિટ સુધી રહેવા દો અને પછી તમારા ચહેરાને તાજા પાણીથી ધોઈ લો.આ પેસ્ટને અઠવાડિયામાં 5 દિવસ માટે લગાવવાથી ત્વચામાં ઘણા લાભ જોવા મળશે.તમારી ત્વચા પહેલા જેવી યુવાન થતી જોવા મળશે.

રૂખાપન દૂર કરે –

જયારે પણ તમારા ચહેરા પર શુષ્કતા જોવા મળી રહી છે ત્યારે પપૈયાનો પલ્પ કડીને તેની અંદર મધ અને હળદર મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરો.આ પછી તેમાં થોડું દૂધ નાખો.અને આ તૈયાર પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો.જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે તેને હળવા પાણીથી સાફ કરો.એવું કહેવામાં આવે છે કે આ ફેસ પેક લગાવવાથી ચહેરા પર ભેજ આવે છે અને શુષ્કતા દૂર થાય છે.

ચહેરાની કાળાસ દૂર કરે –

ઘણીવાર ગરમીને કારણે ચહેરો કાળાશ પડતો જોવા મળે છે.આવી સ્થિતિમાં જો તમે પણ તમારા ચહેરામાં નવી ચમક ઉભી કરવા માંગો છો તો તમારે પપૈયાની અંદર એલોવેરા જેલ અને મધ મિક્સ કરીને તેની એક સારી પેસ્ટ તૈયાર કરવી.આ પછી પેસ્ટને ચહેરા પર લગાવો અને તે સૂકાયા જાય તે પછી તેને પાણીથી ધોઈ લો.એવું કહેવામાં આવે છે કે થોડા દિવસ આ ઉપાય કરવાથી ચહેરા પર રહેલી કાળાશ દૂર થવા લાગે છે.

કરચલીઓથી છૂટકારો મેળવવા –

ઘણીવાર નાની ઉમરે પણ ચહેરા પર કરચલીઓ જોવા મળતી હોય છે,જેથી ઉમરમાં વધારો અને ચહેરાની સુંદરતામાં ઘટાડો જોવા મળે છે.પરંતુ આવી સ્થિતિમાં જો દૂધમાં પપૈયા મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરીને આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણવાર લગાવવામાં આવે તો ચહેરા પર રહેલી કરચલીઓ ઘણા ઓછા સમયમાં દૂર થવા લાગે છે.માટે તમે પણ આ સરળ ઉપાય કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *