ચહેરાની સુંદરતાથી લઈને શરીરની આ બીમારીઓને દુર કરવા માટે ખુબ જ ફયાદાકરક છે ચીકુ,જાણો તેના ફાયદા…..

Health

યુવક હોય કે યુવતી પોતે પોતાની સુંદરતાનું વધારે ધ્યાન રાખે છે.આટલું જ નહિ પરંતુ ચહેરાની ત્વચાની સુંદરતામાં વધારો કરવા માટે બજારના કેટલાક પ્રોડક્ટ પણ વાપરતા હોય છે,જયારે ઘણા લોકો કેટલાક ઘરેલું ઉપાય કરે છે.આવી સ્થિતિમાં આજે તમને ત્વચાની સુંદરતા વધારવા માટે ચીકુના ફેસ પેક વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે ચીકુ એક ફળ છે જે ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ચીકુના સેવનથી આપણને ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે.આટલું જ નહિ પરંતુ અમુક નાની બીમારીઓ હમેશા દૂર પણ રહે છે.પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ચીકુની મદદથી ચહેરો પણ વધારે ગ્લો કરી શકાય છે.

એવું કહેવામાં આવે છે કે ચહેરા પર ચિકુ લગાવવાથી ત્વચા તેજ થાય છે.આ ઊપરાંત ત્વચા નરમ પણ બને છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ચીકુની અંદર વિટામિન,ખનિજો અને એન્ટીઓકિસડન્ટો રહેલા છે જે આપણી ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે.તેથી ચિકુનું સેવન કરવાથી જે ફાયદા થાય છે તેના જેવા જ લાભ તેને ચહેરા પર લગાવવાથી પણ થાય છે.આજે તમને ચિકુના કેટલાક ફેસ પેક જણાવવા જી રહ્યા છીએ.જે ચહેરાને ઘણો લાભ આપશે….

ચિકુનો ફેસ પેક ચહેરા પર લગાવવાથી થતા ફાયદા –

– તમને જણાવી દઈએ કે ચિકુનો ફેસ પેક ચહેરા પર લાગવવામાં આવે તો ત્વચા વધારે સારી અને સ્વસ્થ બને છે.આટલું જ નહિ પરંતુ ત્વચામાં એક નવી ચમક ઉભી કરે છે જે ઉમરમાં ઘટાડો કરે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ચીકુમાં વિટામિન ઇ હોય છે જે ત્વચાને જુવાન રાખે છે અને કરચલીઓ ઘટાડે છે.તેથી જે લોકોના ચહેરા પર વધારે કરચલીઓ જે તે લોકોએ ચિકુ લગાવવું જોઈએ.

– એવું કહેવામાં આવે છે કે ચિકુનો ફેસ પેક બનાવીને ચહેરા લગાવવામાં આવે તો ચહેરો વધારે ગ્લો બને છે.અને શુષ્ક ત્વચામાં એક નવી ચમક ઉભી થાય છે.માટે તેના ફેસ પેકને નિયમિત લગાવો.

– તમને જણાવી દઈએ કે ચીકુ ત્વચાની શુષ્કતા દૂર કરવામાં ઘણી મદદ કરે છે.જો નિયમિત રીતે ચીકુના ફેસ પેકને ત્વચા પર લગાવવામાં આવે તો ત્વચાની શુષ્કતા દૂર થાય છે અને દિવસે દિવસે ત્વચા ખૂબ નરમ થતી રહે છે.આટલું જ નહિ પરંતુ કાળા દાગ પણ દૂર થાય છે.માટે તેનો ચોક્કસ રીતે ઉપયોગ કરો.

આ રીતે ચીકુનો ફેસ પેક તૈયાર કરો –

તમને જણાવી દઈએ કે ચીકુનો ફેસ પેક તૈયાર કરવા માટે તમારે એક ચીકુ,એક ચમચી દૂધ,એક ચમચી ચણાનો લોટ અને પાણી લેવું પડશે.આ પછી ચિકુ લો અને છાલ કાઢી લો.ત્યારબાદ તેને પીસીને તેની પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટમાં એક ચમચી દૂધ અને એક ચમચી ચણાનો લોટ ઉમેરો. તેમને સારી રીતે ભળી દો.

આ પેસ્ટ તમારા ચહેરા અને ગળા પર લગાવો.આ પછી આશરે તેને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો.જ્યારે પેક સુકાઈ જાય છે,ત્યારે ચહેરો હળવા પાણીથી ધોઈ લો.ધ્યાનમાં રહે કે અઠવાડિયામાં એકવાર આ ફેસ પેકનો ઉપયોગ કરો.તમને તમારા ચહેરા પર એક નવી ચમક જોવા મળશે.જો તમે ત્વચાને નરમ રાખવા માંગો છો તો તેમાં ક્રીમ પણ ઉમેરી શકો છો.જે ત્વચા નરમ બનાવશે.

તમને જણાવી દઈએ કે આજના આ યુગમાં હવે ચિકુનું તેલ પણ બજારમાં સરળ રીતે મળી આવે છે.ચિકુનું તેલ ચહેરા પર લગાવવાથી પણ અસંખ્ય ફાયદાઓ થાય છે.આ તેલ લગાવવાથી ફોલ્લીઓ અને પિમ્પલ્સ હમેશા માટે દૂર થાય છે.માટે જે લોકો આવી સમસ્યાથી વધારે પરેશાન છે તેવા લોકોએ ચિકુનું તેલ લગાવવું જોઈએ.

આ રીતે વાળનો માસ્ક તૈયાર કરો –

એવું કહેવામાં આવે છે કે ચીકુનો પેક ચહેરા ઉપરાંત વાળ માટે પણ ઘણો ઉપયોગી સાબિત થાય છે.વાળ પર ચિકુનો ફેસ પેક લગાવવા માટે બે ચિકુ લો અને ગ્રાઇન્ડરનોમાં ગ્રાઇન્ડ કરો.પીસ્યા પછી તેમાં દૂધ નાખો.આ પેકને વાળ પર યોગ્ય રીતે લગાવો.જ્યારે તે સુકાઈ જાય છે,ત્યારે પાણીની મદદથી વાળ ધોઈ લો.આ કરવાથી વાળ ચમકશે અને વધારે કાળા અને સુંદર પણ બનશે.આ પેકને અઠવાડિયામાં બે વાર લગાવો.તમને ચોક્કસ લાભ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *